Hydroxychloroquine: બ્રાઝીલના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને કહ્યા હનુમાન

08 April, 2020 12:51 PM IST  |  Mumbai Desk

Hydroxychloroquine: બ્રાઝીલના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને કહ્યા હનુમાન

બ્રાઝીલ તેમજ અમેરિકાના રાષ્ટ્રપતિ બોલ્સાનારોએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ક મોદીની તુલના ભગવાન હનુમાન સાથે કરી અને મોકલવામાં આવેલી દવા હાઇડ્રૉક્સીક્લોરોક્વીનને સંજીવની બૂટી સાથે સરખાવી છે.

બ્રાઝીલના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દર મોદીને હનુમાન કહેતા કોવિડ-19ની સારવાર માટે ભારતમાંથી મોકલવામાં આવેલી મલેરિયાની દવા 'હાઇડ્રોક્સીક્લોરોક્વીન'ને સંજીવની બૂટી જણાવી છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હાઇડ્રૉક્સીક્લોરોક્વીન મળ્યા બાદ વડાપ્રધાનને 'મહાન' કહ્યા છે. જણાવીએ કે અત્યાર સુધી 30 દેશો ભારત સરકાર પાસેથી આ દવાઓની માગ કરી ચૂક્યા છે. ગયા શનિવારે ભારત સરકારે આ દવાની નિકાસ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દીધી છે.

વડાપ્રધાન મોદીને મોકલાવેલા પત્રમાં રાષ્ટ્રપતિ જાયર એમ બોલ્સોનારો (Jair M Bolsanaro)એ લખ્યું છે કે ભગવાન રામના ભાઇ લક્ષ્મણનું જીવન બચાવવા માટે હિમાલયથી 'સંજીવની બૂટી' લઈને આવનારા ભગવાન હનુમાન અને બીમારોને સ્વસ્થ કરનારા યશુ મસીહની જેમ ભારત અને બ્રાઝીલ મળીને આ વૈશ્વિક સંકટનો સામનો કરશે.

ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં બ્રાઝીલના રાષ્ટ્રપતિને કોરોના વાયરસ સંક્રમણને સામાન્ય ફ્લૂ કહેવામાં આવ્યું હતું. તેમણે પોતે સોશિયલ ડિસ્ટેન્સિગના નિયમોનું ઉલ્લંઘન કરીને બ્રાઝીલિયામાં બહાર નીકળી પોતના સમર્થકો સાથે મુલાકાત કરી અને અર્થવ્યવસ્થાને ગતિ આપવાની અપીલ કરી. સોશિયલ મીડિયાના ટ્વિટર પ્લેટફૉર્મ પર પણ તેમણે કેટલીય વિવાદિત પોસ્ટ કરી જે પછીથી ડિલીટ કરી દેવામાં આવી હતી. દેશના જુદાં જુદાં પ્રાંતોના ગવર્નર અને શહેરોના મેયર દ્વારા જાહેર ક્વૉરન્ટાઇન પર પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ કહ્યું, "જો આ રીતે ચાલતું રહ્યું તો આથી બેરોજગારી વધશે અને આગામી સમયમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. બ્રાઝીલ અટકી નહીં શકે. જો આમ થયું તો અમે વેનેજુએલા બની જશું." અન્ય એક પોસ્ટમાં તેમણે કહ્યું, "કેટલાક લોકો ઇચ્છે છે કે હું પણ પ્રોટોકૉલનું પાલન કરીને ઘરમાં જ રહું. પણ આ જીવન છે એક દિવસ બધાંને મરવાનું જ છે."

રૉયટર્સ પ્રમાણે, બ્રાઝીલમાં બુધવાર સુદી 14 હજારથી વધુ સંક્રમણના કેસ આવ્યા છે. મંગળવારે કોવિડ-19થી પ્રભાવિત દેશોને 'હાઇડ્રૉક્સીક્લોરોક્વીન તેમજ પેરાસિટામોલ'ની પરવાનગી સરકારે આપી દીધી.

brazil international news narendra modi national news covid19