Coronavirus:વડાપ્રધાન મોદી કાલે કરશે કોરોનાવાયરસ પર 'મન કી બાત'

28 March, 2020 07:49 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Coronavirus:વડાપ્રધાન મોદી કાલે કરશે કોરોનાવાયરસ પર 'મન કી બાત'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે રજૂ કરશે પોતાના મન કી બાત

દેશમાં પહેલી વાર કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાકીને લૉકડાઉન મૉડમાં ગયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારના પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' રજૂ કરશે. તેમણે રવિવારે રેડિયો કાર્યક્રમ માટે ટ્વિટર પર વિચારોની માગ કરી હતી.

પીએમ મોદી સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને કોરોના વાયરસ અંગે વાત કરશે.

આ વ્યાપક રૂપે માનવામાં આવે છે કે મોદી સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને કોરોનાવાયરસ પર વાત કરશે, જેણે ભારતમાં 873 લોકોને પ્રભાવિ કર્યા અને 19ના મૃત્યુ થયા.

વડાપ્રધાન કોરોનાવાયરસ યોદ્ધાઓને 'મન કી બાત'નો એક ખંડ સમર્પિત કરી શકે છે.

સૂત્રો પ્રમાણે, વડાપ્રધાન કોરોનાવાયરસ યોદ્ધાઓ 'ડૉક્ટર્સ, નર્સ, પોલીસ કર્મચારીઓ' જે ફ્રન્ટલાઇન પર છે, તેમની માટે 'મન કી બાત'નો એક ખંડ સમર્પિત કરી શકે છે.

national news narendra modi coronavirus covid19 mann ki baat