કોરોના વાયરસને લીધે પદ્મશ્રી શીખ આધ્યાત્મિક ગાયક નિર્મલ સિંઘનું નિધન

03 April, 2020 01:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોના વાયરસને લીધે પદ્મશ્રી શીખ આધ્યાત્મિક ગાયક નિર્મલ સિંઘનું નિધન

પદ્મશ્રી નિર્મલ સિંઘ

કોરોના વાયરસ (COVID-19)ને લીધે 62 વર્ષીય પદ્મશ્રી શીખ આધ્યાત્મિક ગાયક નિર્મલ સિંઘનું ગિરૂવારે વહેલી સવારે 4.30 વાગ્યાની આસપાસ પંજાબના અમૃતસરમાં મૃત્યુ થયું હતું. નિર્મલ સિંઘ ગોલ્ડન ટેમ્પલના ભુતપુર્વ 'હઝુરી રાગી' અને પ્રખ્યાત કલાકાર હતા.

નિર્મલ સિંઘ તાજેતરમાં જ વિદેશ પ્રવાસ કરીને આવ્યા હતા. શ્વસાની તકલીફ થતા અને ચક્કર આવતા તેમને 30 માર્ચે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અસ્થમાને લીધે શ્વસાનળીમાં તકલીફ વધી જવાને લીધે તેમને બુધવારે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

સુત્રોએ આપેલી માહિતિ મુજબ, વિદેશથી પાછા ફર્યા બાદ તેમણે દિલ્હી, ચંદીગઢ અને અન્ય સ્થળોએ ધાર્મિક મેળાવડા કર્યા હતા. તેમજ પરિવારના સભ્યો અને સગાસબંધીઓ સાથે 19 માર્ચે ચંદીગઢમાં એક જણના ઘરે કીર્તન પણ કર્યા હતા. તેમના પરિવારના સભ્યોને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.

નિર્મલ સિંધને 2009 માં પદ્મશ્રી મળ્યો હતો. પંજાબમાં નોંધાયેલા કોરોના વાયરસના પાંચમા દર્દી હતા. અત્યર સુધી પંજાબમાં કોરોનાના 46 કેસ નોંધાયા છે.

coronavirus covid19 national news punjab amritsar padma shri