Coronavirus Outbreak: દેશમાં કોરોનાનાં 1,24,794 કેસ, 51,824 સાજા થયા

23 May, 2020 09:18 AM IST  |  Delhi | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Outbreak: દેશમાં કોરોનાનાં 1,24,794 કેસ, 51,824 સાજા થયા

પ્રતીકાત્મક તસવીર

 

 

            દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1,24,794 એ પહોંચ્યો છે અને 3,726 લોકોના મોત થયા છે. સારવાર ને પગલે સાજા થયેલાની સંખ્યા 51,824 છે. સૌથી વધુ કેસિઝ મહારાષ્ટ્રમાં છે અને તે આંકડો 44,582 છે, મહારાષ્ટ્રમાં 1,517 લોકોના મોત થયા છે. તો કેસિઝના મામલે  બીજા નંબરે તમિલનાડુ છે જ્યાં 14,753 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે અને 99 લોકોનાં મોત થયા છે. ગુજરાત જે એક સમયે બીજા સ્થાને હતું તે કેસિઝને મામલે હવે ત્રીજા સ્થાને છે અને ત્યાં સંક્રમિતોની સંખ્યા 13,273 છે જ્યાં 802 લોકોના મોત થયા છે.

હાઇડ્રોક્સિક્લોરોક્વિન કરશે કામ

કોરોના સામે લડવા માટે હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા અસરકારક સાબિત થઈ છે. નિર્ણયાનુસાર કેન્દ્ર સરકારે હાઇરિસ્ક ઝોનમાં ડ્યૂટી કરતા સ્વાસ્થ્યકર્મીઓ સહિત અન્ય કોરોના વોરિયર્સને એન્ટિબાયોટિક તરીકે હાઇડ્રોક્સિક્લોરોક્વિન આપવાનું નક્કી કર્યું છે. નેશનલ ટાસ્ક ફોર્સે જણાવ્યું છે કે, આ દવા લેનારા દિલ્હી એઇમ્સમાં સહિત અન્ય હૉસ્પિટલોમાં કામ કરતા સ્વાસ્થ્યકર્મીઓમાં સંક્રમણ ફેલાવાનું જોખમ ઘટ્યું છે.

national news delhi news covid19 coronavirus