14 એપ્રિલે વડાપ્રધાન દેશને સંબોધિત કરે તેવી શક્યતા

10 April, 2020 07:25 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

14 એપ્રિલે વડાપ્રધાન દેશને સંબોધિત કરે તેવી શક્યતા

ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણને રોકવા માટે સરકારે 24 માર્ચથી લાગુ કરેલું 21 દિવસનું દેશવ્યાપી લૉકડાઉન 14 એપ્રિલે પુરું થશે. પરંતુ એ પહેલા જ નવ રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસે લૉકડાઉન વધારવાની માગણી કરી છે. મંગળવારે 14 એપ્રિલે વડાપ્રધાન ફરી એકવાર દેશને સંબોધિત કરે તેવી શક્યતા છે. પરંતુ તે પહેલા શનિવારે એટલે કે આવતીકાલે 11 તારીખે માનનીય વડા પ્રધાન મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે. આ પહેલા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચે કરેલા બીજા સંબોધનમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી.

સરકારી સુત્રોએ આપેલી માહિતિ મુજબ, લૉકડાઉન કેટલાક ફેરફારોની સાથે વધારવામાં આવે તેવી શક્યતા છે. જરૂરી સેવાઓને બાદ કરતા બાકી બધે પ્રતિબંધ જેમનો તેમ જ રહેશે. શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળો બંધ રહેશે. આ પહેલા વડા પ્રધાને સાંસદો સાથે કરેલ વિડિયો કોન્ફરન્સિંગમાં સ્પષ્ટ કર્યું હતું કે, દેશ સોશ્યલ ઈમરજન્સીમાંથી પસાર થઈ રહ્યો છે. અત્યારે દરક વ્યક્તિનો જીવ બચાવવો એ સરકારની પ્રાથમિકતા છે. એટલે એકસાથે લૉકડાઉન હટાવી ન શખાય. કોરોના પહેલા અને પછીનું જીવન અલગ હશે.

લૉકડાઉનને લીધે દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે. એટલે સોશ્યલ ડિસટન્સિંગની શરતે કેટલાક સેક્ટરોને લૉકડાઉનમાંથી છુટ આપવામાં આવશે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ તેના રીપોર્ટમાં ઈશક્યતા દર્શાવી છે કે કોરોનાના સંકટમાથી પણ દેશણી અર્થવ્યવસ્થા ઉગરી જશે. લોકડાઉનમાં સૌથી વધુ અસર એવિએશન સેકટર પર પડી છે. એટલે શક્યતા છે કે, સરકાર એરલાઈન્સ કંપનીઓને ઉડાન શરૂ કરવાની છૂટ આપી શકે છે, જોકે તેમણે તમામ કલાસમાં વચ્ચેની સીટ ખાલી રાખવી પડશે.

national news coronavirus covid19 narendra modi