ભારતમાં હવે ઇટલીથી પણ વધારે કોરોના કેસ સામે આવી રહ્યા છે

06 May, 2020 11:29 AM IST  |  New Delhi | Agencies

ભારતમાં હવે ઇટલીથી પણ વધારે કોરોના કેસ સામે આવી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં ૪૦ દિવસના લૉકડાઉન બાદ કોરોના વાઇરસની ગતિ ધીમી થઈ છે. જોકે જે હજી પણ ખૂબ જ વધારે છે. ભારતમાં કોરોના વાઇરસના કેસનો ડેલી ગ્રોથ રેટ અમેરિકા, ઇટલી, બ્રિટનથી પણ વધારે છે. કોરોના વાઇરસના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત ૨૦ દેશોના ડેલી ગ્રોથ રેટ મુજબ ભારતમાં વાઇરસ ખૂબ જ વધારે ગતિથી ફેલાઈ રહ્યો છે. 

૨૨ માર્ચે ભારતમાં ઍવરેજ ડેલી ગ્રોથ રેટ ૧૯.૯ ટકા હતો. લૉકડાઉનના ૨.૦નો છેલ્લો દિવસ એટલે ૩ મેના રોજ ડેલી ગ્રોથ રેટ ઘટીને ૬.૧ ટકા થઈ ગયો હતો, જ્યારે ૩ મેના રોજ ઇટલીમાં ડેલી ગ્રોથ રેટ ૧ ટકા હતો, જ્યારે અમેરિકા ૨.૭ ટકા અને બ્રિટન ૩.૦ ટકા હતો.

૪ મેના રોજ ઇટલીમાં ૧૨૨૧ના નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે ભારતમાં ૨૯૦૦ નવા કેસ નોંધાયા હતા. ૩ મેના રોજ દેશમાં ૨૬૪૪ કેસ નોંધાયા હતા, જ્યારે ઇટલીમાં નવા કેસની સંખ્યા ૧૯૦૦ હતી. ૩ મે રોજ સમાપ્ત થયેલા અઠવાડિયામાં ભારતમાં પ્રત્યેક દિવસે ઍવરેજ ૧૯૨૬ કેસ વધ્યા છે. ઇટલીમાં આ આંકડો ૧૯૯૭, યુકેમાં ૪૮૪૦, બ્રાઝિલમાં ૫૪૩૬ અને રશિયામાં ૭૦૭૬ હતો.

national news coronavirus covid19 new delhi