Coronavirus Outbreak: વાઇરસને કારણે મોતનાં આંકડે ભારત પાંચમા ક્રમાંકે

31 July, 2020 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Outbreak: વાઇરસને કારણે મોતનાં આંકડે ભારત પાંચમા ક્રમાંકે

છેલ્લા સાત દિવસમાં આ રોગચાળાએ પાંચ હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો છે. - પ્રતીકાત્મક તસવીર

 ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ગુરુવારે દેશમાં 54 હજાર નવા કેસ નોંધાયા છે અને આ ખતરનાક વાયરસને કારણે 786 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે દેશમાં મૃતકોની સંખ્યા 35 હજારને વટાવી ગઈ છે. છેલ્લા સાત દિવસમાં આ રોગચાળાએ પાંચ હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો છે.

મૃતકોની સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વનો પાંચમો દેશ બન્યો છે. અગાઉ ઇટાલી પાંચમાં સ્થાને હતો જ્યાં Covid -19 ને કારણે 35,132 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગુરુવારે, ભારતમાં આ સંખ્યા 35,748 પર પહોંચી ગઈ. જેમાં એકલા જુલાઇ મહિનામાં જ 18,356 લોકોનાં મોત થયાં હતાં. આ સંખ્યા પાછલા મહિના કરતા ઘણી વધારે છે.

ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો 1.6 મિલિયનની ઉપર પહોંચ્યો છે. રાજ્ય સરકારો પાસેથી એકત્ર કરવામાં આવેલા આંકડા મુજબ, ગુરુવારે દેશમાં કોરોનાના 54 54,211 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં નવા 11,147 કેસ નોંધાયા છે. આ રાજ્યમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આંધ્રપ્રદેશમાં 10,167 નવા કેસ નોંધાયા હતા. આ સાથે, સતત બે દિવસ 10 હજારથી વધુ કેસ નોંધાવવાનું એકમાત્ર એવું રાજ્ય આંધ્રપ્રદેશ છે. ગુરુવારે દેશમાં કોરોનાને કારણે 786 લોકોના મોત નોંધાયા તથા મૃત્યુઆંક 35 હજારને વટાવી ગયો હતો. આ પહેલા મંગળવારે ચેપને કારણે 781 લોકોએ જીવ ગુમાવ્યો હતો. હજી સુધી અમેરિકા એકમાત્ર દેશ છે જ્યાં કોરોનાને કારણે દોઢ લાખ લોકોના મોત થયા છે. બીજા ક્રમાંકે બ્રાઝિલમાં 90 હજારીથી વધુ લોકો મોતને ભેટ્યા ત્યાર બાદ બ્રિટનમાં 45,999 અને મેક્સિકોમાં 45,361 લોકો માર્યા ગયા છે. ભારત આ યાદીમાં પાંચમા ક્રમે છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 11,147 કેસ નોંધાયા હતા. રોગચાળો શરૂ થયા પછી રાજ્યમાં નોંધાયેલા આ કેસોની મહત્તમ સંખ્યા છે. આ અગાઉ 22 જુલાઈએ રાજ્યમાં 10,576 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ કેસની સંખ્યા હવે 4,11,798 પર પહોંચી ગઈ છે.

coronavirus covid19 lockdown national news