Coronavirus Outbreak: કોરોનાની દવા એક્સપોર્ટ કરવા પર સરકારનો પ્રતિબંધ

05 April, 2020 06:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Outbreak: કોરોનાની દવા એક્સપોર્ટ કરવા પર સરકારનો પ્રતિબંધ

પ્રતિકાત્મક તસવીર

એક બાજુ સમગ્ર વિશ્વ કોરોના વાયરસ (COVID-19) સામે લડવા માટે દવાની શોધ કરી રહ્યું છે ત્યારે અમેરિકા અને ભારતમાં એન્ટી મલેરિયા દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનને કોરોના વાયરસના ઈલાજ માટે રામબાણ ગણવામાં આવી છે. આ દવાનો જથ્થો ભારતમાં મોટા પ્રમાણમાં હોવાથી સરકારે હવે તેના એક્સપોર્ટ પર આકરા પ્રતિબંધ લાદ્યા છે.

અમેરિકામાં કોરોનાના ઇલાજ માટે એન્ટિ મલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિનના કોમ્બિનેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દવાનો જથ્થો અમેરિકામાં નથી ત્યારે ભારત સરકારે તેના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આમ તો ભારત સરકારે 25મી માર્ચથી તમામ દવાઓના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ વિશ્વમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવાની માંગને જોતા તેના એક્સપોર્ટને સેઝ કે ઇઓયુમાંથી કે અન્ય કોઈ પણ માધ્યમ દ્વારા એક્સપોર્ટ કરવા પર પ્રતિબંધ મુકવાનો આદેશ આપ્યો છે.

શનિવારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'જો હું બીમાર પડીશ તો હું પણ આ દવા લઈશ. મેં ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી પાસે આ દવાનો જથ્થો મોકલાવવાની માંગણી કરી છે.' ભારતમાં ઈન્ડિયન મેડિકલ રીસર્ચ કાઉન્સિલ (ICMR) દ્વારા આ દવાનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે હાઇડ્રોક્સિક્લોરોક્વિનને કોરોનાની લડત સામે ગેમ ચેન્જર ગણાવી હોવાથી ફાર્માસ્યૂટિકલ કંપનીઓ પાસે તેની માગણી મોટા પ્રમાણમાં થઈ રહી છે.

ભારતમાં દવા અને મેડિકલ સંસાધનોની અછત ન થાય તે માટે 25મી માર્ચે જ એક જાહેરનામુ બહાર પાડી દેશમાંથી કોઈ પણ ચીજોનું એક્સપોર્ટ ન કરવું તેવો આદેશ આપીને પ્રતિબંધ મુકવામાં આવ્યા છે.

national news coronavirus covid19