કોરોના સામે લડવા કેન્દ્ર સરકાર દ્વારા ઈમરજન્સી પૅકેજની જાહેરાત

09 April, 2020 09:10 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કોરોના સામે લડવા કેન્દ્ર સરકાર દ્વારા ઈમરજન્સી પૅકેજની જાહેરાત

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19) મહામારી સામે લડવા કેન્દ્ર સરકારે COVID-19 ઈમરજન્સી રિસપોન્સ હેલ્થ સિસ્ટમ પૅકેજ હેઠળ 15,000 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે રાજ્ય હેલ્થ સિસ્ટમને મજબુત કરવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફંડ આપવાની મંજુરી આપી છે. તે માટે કેન્દ્ર સરકારે ઈન્ડિયા COVID-19 ઈમરજન્સી રિસપોન્સ હેલ્થ સિસ્ટમ પૅકેજની જાહેરાત કરી છે. આ પૅકેજ અંતર્ગત ખર્ચ માટેની બધી જ રકમ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે.

નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર વંદના ગુરૂનાનીએ એક સર્ક્યુલર જાહેર કરીને કહ્યું છે કે, 100 ટકા સેન્ટ્રલ પ્રોજેક્ટને જાન્યુઆરી 2020થી માર્ચ 2024 સુધી ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ કોરોના વાયરસ સંક્રમિત લોકોની સંખ્યા ઓછી કરવા અને રાજ્યની હેલ્થ સિસ્ટમ મજબૂત કરવામાં આવશે. સાથે જ તેમાં મેડિકલ ઉપકરણ, દવાઓની ખરીદી, લેબ બનાવવી અને બાયો-સિક્યોરિટીની તૈયારીઓ સહિતની ગતિવિધીઓ સામેલ છે. આ સરક્યૂલર દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને હેલ્થ કમિશ્નરને મોકલવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તત્કાલ ફંડ જાહેર કરવામાં આવે. પહેલા તબક્કા હેઠળ લાગુ કરવામાં આવનાર મુખ્ય ગતિવિધિઓમાં કોવિડ-19 માટે હોસ્પિટલ વધારવી, અને અન્ય હોસ્પિટલોનો વિકાસ કરવો. સાથે જ આઈસોલેશન રૂમ્સ, વેન્ટિલેટર, આઈસીયુ, હોસ્પિટલોમાં ઓક્સિજનની આપૂર્તિ, હોસ્પિટલોમાં લેબને મજબૂત કરવા જેવા કાર્યો કરવામાં આવશે. પહેલા તબક્કામાં લેબ અને એમ્બ્યુલન્સ પણ વધારવામાં આવશે.

રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય પેકેજથી રાજ્યોમાં સુરક્ષા ઉપકરણ, N95 માસ્ક અને વેન્ટિલેટર ખરીદવામાં સહાયતા કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા તેની ખરીદી કરીને આપૂર્તિ કરવામાં આવશે.

national news coronavirus covid19