તબલીગી જમાતને લીધે કોરોનાના કેસમાં સતત વધારો

04 April, 2020 11:35 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

તબલીગી જમાતને લીધે કોરોનાના કેસમાં સતત વધારો

હૉસ્પિટલના સ્ટાફે ફરિયાદ કર્યા બાદ પોલીસે ગાઝિયાબાદ હૉસ્પિટલમાં તપાસ કરવાનું શરૂ કર્યુઁ હતું

દિલ્હીની નિઝામુદ્દીન મરકજમાં થયેલા તબલીગી જમાતના કાર્યક્રમ બાદ કોરોના વાયરસ (COVID-19) ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. નિઝામુદ્દીન મરકજમાંથી લગભગ 3,000 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તબલીગી જમાતના કાર્યક્રમ જોડાયેલા લગભગ 3,000 જેટલા લોકોમાંથી 647 લોકો કોરોના પોઝેટિવ છે. આ અંકડો હજી પણ વધવાની શક્યતા છે.

એક બાજુ કોરોનાથી લડી રહેલા દર્દીઓને સાજા કરવામાં ડૉક્ટર, નર્સ અને હેલ્થ વર્કરો પોતાનો જીવ રેડી રહ્યાં છે ત્યારે બીજી બાજુ તબલીગી જમાતના કોરોના સંક્રમિત દર્દીઓ રાજ્યની જુદી જુદી હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે તે લોકો હૉસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફ સાથે અભદ્ર વર્તન કરી રહ્યાં છે. ગાઝિયાબાદની એમએમજી હૉસ્પિટલમાં દાખલ દર્દીઓ હૉસ્પિટલના સ્ટાફ સાથે ગેરવર્તન કરે છે, નર્સોની સામે જ કપડા બદલે છે અને નાની-નાની બાબતો પર ઝધડાનું સ્વરૂપ લઈ લે છે. તેઓ વોર્ડમાં પેન્ટ વગર ફરતા હોય છે અને નર્સો સામે અભદ્ર ચેષ્ટા પણ કરે છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને તબલીગી જમાતનાં કેટલાક લોકોએ નર્સો સાથે અભદ્ર વર્તન કરતા સખત વલણ અપનાવ્યુ  છે. તેમણે કહ્યું છે કે આ લોકો માનવતાના દુશ્મન છે અને તેમની સામે રાસુકા લગાડવામાં આવશે. યોગી આદિત્યનાથે કહ્યું, “આ લોકો ન તો કાયદાનું પાલન કરશે, ન વ્યવસ્થાનું પાલન કરશે, તેઓ માનવતાના દુશ્મન છે. તેમણે મહિલા આરોગ્ય કર્મચારીઓ સાથે જે કર્યું છે તે ઘોર ગુનો છે. તેમના ઉપર રસુકા (એનએસએ) લાદવામાં આવી રહ્યો છે. અમે તેમને નહીં છોડીએ.”

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતનો મામલો સામે આવ્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રાલયે કડક પગલા લીધા છે અને તેના હેઠળ વિઝા નિયમોના ભંગ બદલ 960 વિદેશીઓને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. તેમ જ તેમના ભારતીય વિઝા પણ રદ કરવામાં આવ્યા છે અને આ લોકો વિરુદ્ધ જરૂરી કાનૂની પગલા ભરવાની સૂચના પણ આપવામાં આવી છે.

દરમ્યાન, ભારતમાં શુક્રવારે એક જ દિવસમાં કોરોનાના કુલ 563 કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના પોઝેટિવ કેસોની સંખ્યા 3100 ને પાર થઈ ગઈ છે.

coronavirus covid19 new delhi ghaziabad