શું ભારતમાં સપ્ટેમ્બર સુધી લંબાઈ શકે છે લૉકડાઉન?

04 April, 2020 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શું ભારતમાં સપ્ટેમ્બર સુધી લંબાઈ શકે છે લૉકડાઉન?

ફાઈલ તસવીર

અમેરાકની કન્સલટિંગ ફર્મ 'બોસ્ટન કન્સલટિંગ ગ્રુપ' (BCG)ના એક અભ્યાસ મુજબ કોરોના વાયરસ (COVID-19)ને લીધે ભારતમાં લાગુ કરવામાં આવેલું નેશનલ લૉકડાઉન સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગ સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા છે. પણ આ બબાતે ભારત દેશની સરકારે કોઈ જાહેરાત કરી નથી કે પછી આ બાબતને પુષ્ટિ પણ નથી આપી.

BCGને ટાંકીને મનીકન્ટ્રોલે પ્રકાશિત કરેલા અહેવાલ મુજબ, ભારત જુનના ચોથા અઠવાડિયાથી સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા વચ્ચે નેશનલ લૉકડાઉનને હટાવવાની શરૂઆત કરશે. પ્રતિબંધ હટાવવામાં વિલંબ થવાના કારણ માટે ભારતના અરોગ્ય વિભાગની તૈયારી અને જાહેર નિતિના પ્રભાવના રેકોર્ડણે કારણભૂત બનાવી શકે છે. આ બન્નેને કારણે ઉત્પન થતી સ્થિતિને લીધે લૉકડાઉન લંબાઈ શકે છે. અહેવાલમાં આશંકા વ્યક્ત કરી છે કે, ભારતમાં જૂનના ત્રીજા અઠવાડિયા સુધી કોરોનાના કેસ વધી શકે છે. આધારિત 25 માર્ચ સુધીના આંકડાઓને આધારભુત રાખીને 'જે જ્હોન હોપકિન્સ યુનિર્વસિટિ'ના ડેટાની આગાહીના મોડલિંગ પર આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

આ અહેવાલમાં ભારત દેશની સ્થિતિ, સંપુર્ણ લૉકડાઉન છે કે નહીં?, સંભવિત લૉકડાઉનની શરૂઆતની તારીખ, લૉકડાઉન સમાપ્ત થવાની સંભવિત તારીખ, વર્તમાન પરિસ્થિતિ વગેરેનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 24 માર્ચથી સંપુર્ણ ભારત દેશમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે.

ભારતમાં છેલ્લા છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

coronavirus covid19 national news