કાળઝાળ ગરમીની કોરોના પર કોઈ જ અસર નહીં થાય અસર: અમેરિકન સ્ટડી

10 April, 2020 03:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કાળઝાળ ગરમીની કોરોના પર કોઈ જ અસર નહીં થાય અસર: અમેરિકન સ્ટડી

પ્રતિકાત્મક તસવીર

ભારતમાં કોરોના વાયરસ (COVID-19)નો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે. સ્વાસ્યય મંત્રાલયના આંકડા મુજબ, કોરોના વાયરસને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા ભારતમાં 199 થઈ ગઈ છે અને અત્યાર સુધી આખા દેશમાં 6,412 લોકો કોરોનાથી સંક્રમિત છે. ઘણા સમયથી કહેવાતું હતું કે જેમ જેમ ગરમીનું પ્રમાણ વધશે તેમ કોરોનાની પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાશે. પરંતુ તાજેતરમાં એક અમેરિકન કંપનીએ આ બાબતને ખોટી કહી છે અને તેમના અભ્યાસમાં દાવો કર્યો છે કે, કાળઝાળ ગરમીની કોરોના પર કંઈ જ અસર નહીં થાય.

અમેરિકાની કંપની 'નેશનલ એકએડમિક્સ ઓફ સાયન્સ'એ કરેલ સ્ટડીમાં સ્પષ્ટ કર્યુઁ છે કે, ગમે તેવી ગરમી અને આકરો તડકો હશે પણ તેની કોરોના પર કોઈ જ અસર નહીં થાય. કોરોનાની જો કોઈ સારવાર હોય તો એ છે સોશ્યલ ડિસટન્સિંગની સાથે સાથે તબીબી સેવાઓની ઉપલબ્ધતા. તેમણે સ્ટડીમાં એમ પણ કહ્યું છે કે, કોરોના વાત કરવાથી કે શ્વાસ લેવાથી ફેલાય છે. એટલે માસ્કનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. કયા પ્રકારના માસ્કનો ઉપયોગ કરીએ છીએ તે ચકાસવું પણ બહુ જરૂરી છે. ઓસ્ટ્રેલિયા અને ઈરાનમાં ચીન અને યુરોપિયન દેશોની તુલનામાં હવામાન વધુ ગરમ હોવા છતા ત્યાં વાયરસનો ફેલાવો ચરમ સીમાએ પહોચી ગયો છે. એટલે એવી માન્યતા ખોટી છે કે ભારતમાં ગરમી વધશે તો કોરોના ભાગી જશે.

national news coronavirus covid19