નેઝલ વેક્સિનને મળી મંજૂરી: દેશભરની હૉસ્પિટલોમાં શરૂ કરાશે મોકડ્રીલ

23 December, 2022 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હાલમાં આ ખાનગી હૉસ્પિટલોમાં ઉપલબ્ધ રહેશે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે કહ્યું છે કે મંગળવારથી દેશભરની હૉસ્પિટલોમાં મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે. મંત્રાલય ક્રિસમસ અને નવા વર્ષને લઈને નવી માર્ગદર્શિકા તૈયાર કરી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, “મહામારી (Coronavirus) હજી પૂરી થઈ નથી. તહેવારોની સિઝન દરમિયાન, કોવિડ-યોગ્ય વર્તન (Covid-Appropriate Behaviour)ને અનુસરવા માટે જાગૃતિ ફેલાવવી હિતાવહ છે.” આ સાથે સરકારે કોવિડ માટે ટુ-ડ્રોપ નેઝલ વેક્સિન (Nasal Vaccine)ને પણ મંજૂરી આપી છે. એક મીડિયા અહેવાલમાં સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે જેમણે કોવિશિલ્ડ (Covishield) અને કોવેક્સિન (Covaxin) લીધી છે તેઓ તેને હેટરોલોગસ બૂસ્ટર તરીકે લઈ શકે છે. તેને આજથી રસીકરણ અભિયાનમાં સામેલ કરવામાં આવી છે અને તે Cowin એપ્લિકેશન પર દેખાશે. હાલમાં, આ ખાનગી હૉસ્પિટલોમાં ઉપલબ્ધ રહેશે.

સૂત્ર એ કહ્યું કે “આપણે જાગૃત રહેવાની જરૂર છે અને ગભરાટ ન સર્જાઈ તેનું ધ્યાન રાખવાની જરૂર છે. છેલ્લા 8 મહિનામાં ભારતમાં કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હકારાત્મકતા માત્ર 0.14% હતી. 4 કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોમાં કોઈ સક્રિય કેસ નથી. જોકે હાલ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે અને શનિવારથી તમામ એરપોર્ટ પર રેન્ડમ સેમ્પલિંગ શરૂ થશે. રેન્ડમ સેમ્પલિંગ માટે પેસેન્જર પાસેથી કોઈ ફી વસૂલવામાં આવશે નહીં અને તેનો ખર્ચ આરોગ્ય મંત્રાલય ઉઠાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એરલાઈન રેન્ડમલી 2% મુસાફરોની ઓળખ કરશે.

મંત્રાલયે આજે જણાવ્યું હતું કે, "એક વલણ રહ્યું છે - કોવિડ ચીન, કોરિયા, બ્રાઝિલથી ફેલાવાનું શરૂ કરે છે અને પછી દક્ષિણ એશિયામાં આવે છે. તે 20-35 દિવસમાં ભારતમાં પહોંચે છે. આપણે સતર્ક રહેવું પડશે.”

આ પણ વાંચો: રાજ્યોને દરેક કેસનું જીનોમ સીક્વન્સિંગ કરવા કહેવામાં આવ્યું છે : આરોગ્યપ્રધાન

સંશોધકોને ટાંકીને, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે “નબળી રસીઓ, ઓછું રસીકરણ, કુદરતી રોગપ્રતિકારક શક્તિનો અભાવ અને અચાનક પ્રતિબંધો હટાવવાથી આ રોગચાળો ફરી ફાટી નીકળો છે.” કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા વિશ્વના કેટલાક ભાગોમાં કોવિડના વધતા કેસોને લઈને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક કરશે. આજે બપોરે 3 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠક યોજાશે.

national news coronavirus covid19 covid vaccine china