રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 'PM CARES Fund'માં એક મહિનાનો પગાર દાન કર્યો

29 March, 2020 05:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 'PM CARES Fund'માં એક મહિનાનો પગાર દાન કર્યો

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ (COVID-19) સામે લડત આપવા માટે 'વડા પ્રધાન નાગરિક સહાયતા અને રાહત ભંડોળ' (PM CARES Fund) ટ્રસ્ટ બનાવવાની ઘોષણા કર્યા બાદ આ ફંડમાં દેશભરમાંથી લોકો દાન કરી રહ્યાં છે. 101 રૂપિયા હોય કે પછી 1000 કરોડ રૂપિયા, દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે દાન કરી રહ્યાં છે. વડા પ્રધાન આ ટ્રસ્ટના અધ્યક્ષ છે અને આ જ ઉદ્દેશથી pmindia.gov.in વૅબસાઈટ બનાવી છે. આ ફંડમાં દાન કરતા અનેક લોકોના ટ્વીટને રીટ્વીટ કરી રહ્યાં છે. અત્યાર સુધી અનેક સેલિબ્રિટીઝ, નેતાઓ, ખાનગી કંપનીઓ અને સમાન્ય નાગરિકોએ તેમની ક્ષમતા પ્રમાણે દાન કરે છે.

આજે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 'PM CARES Fund'માં એક મહિનાનો પગાર દાન કરવાની ઘોષણા કરી હતી અને દેશના નાગરિકોને અપીલ પણ કરિ હતી કે તેઓ PM CARES Fund માં ઉદારતાતી યોગદાન કરે. રાષ્ટ્રપતિના આ પગલાથી પ્રભાવિત થઈને તેમનું અનુકરણ કરતા રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ ફંડમાં સ્વૈચ્છિક યોગદાનની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિના આ પગલાની વડા પ્રધાને નોંધ લીધી હતી અણે ટ્વીટર દ્વારા આભાર પણ માન્યો હતો.

આ પણ વાંચો: Covid-19 અક્ષય કુમારે 'PM CARES' ફંડ માટે આપ્યા 25 કરોડ

રેલવે પ્રધાન પિયુષ ગોયલે પણ રેલવેના કર્મચારીઓનો આભાર માન્યો હતો. વડા પ્રધાનના આહ્વાન પર રેલવેના 13 લાખ કર્મચારીઓ અને પિયુષ ગોયલે મળીને 151 કરોડ રૂપિયા PM CARES Fund માં દાન કર્યા છે.

સામાન્ય નાગરિકો પણ મોટા પ્રમાણમાં PM CARES Fund માં પોતાનું યોગદાન નોંધાવી રહ્યાં છે.

coronavirus covid19 narendra modi ram nath kovind piyush goyal