Coronavirus Lockdown: દેશમાં વસ્તી ગણતરી અને NPRની કામગીરી પણ ટળી

26 March, 2020 07:22 PM IST  |  Delhi | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Lockdown: દેશમાં વસ્તી ગણતરી અને NPRની કામગીરી પણ ટળી

દેશભરમાં લૉકડાઉનની ઘોષણા થઇ હોવાને કારણે રાષ્ટ્રીયજન સંખ્યા રજિસ્ટર એટલે કે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટરની કામગીરી અને વસ્તીગણતરી – ૨૦૨૧ની કામગીરી ટાળવામાં આવી છે. હાલ પુરતી આ અંગેની કામગીરી સરકાર દ્વારા નહીં કરવામાં આવે તેવી જાહેરાત કરાઇ છે. અમુદ્દત સુધી મોકૂફ રખાયેલી આ કામગીરીનો પહેલો તબક્કો ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પુરો થવાનો હતો.

કેન્દ્રિય મંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વર્તમાન સંજોગોને જોતા એનપીઆર અને જનગણનાની કામગીરીને નવો હુકમ ન આવે ત્યાં સુધી ટાળવામાં આવી છે.  મૂળ તો ૧લી એપ્રિલથી આને લગતી કામગીરી શરૂ થવાની હતી. આમ પણ ઘણાં રાજ્યો એનપીઆરનો વિરોધ કરી રહ્યા હતા અને કેટલીક રાજ્ય સરકારો તે આ કવાયતને મામલે વિરોધપ્રસ્તાવ પણ તૈયાર કર્યો હતો. કેરળ, બંગાળ, પંજાબ, રાજસ્થાન, બિહાર અને છત્તિસગઢ આ રાજ્યોમાં સમાવિષ્ટ હતા. જો કે તમામ રાજ્યો વસ્તીગણતરીને લગતી કામગીરીને લઇને સહાય કરવા તૈયાર હતા.

npr delhi news national news coronavirus