81 ટકા અસરકારક છે ભારત બાયોટેકની કોવાક્સિન

04 March, 2021 10:00 AM IST  |  New Delhi | Agency

81 ટકા અસરકારક છે ભારત બાયોટેકની કોવાક્સિન

ભારત બાયોટેકની કોવાક્સિન

કોવિડ-૧૯ વૅક્સિન કોવાક્સિનના ત્રીજા તબક્કાના ક્લિનીકલ પરીક્ષણમાં ૮૧ ટકાની વચગાળાની રસી અસરકારકતા દર્શાવી હોવાનું ભારત બાયોટેકે જણાવ્યું હતું.

હૈદ્રાબાદ સ્થિત ભારત બાયોટેકે એક નિવેદનમાં કહ્યું હતું કે આઈસીએમઆરની ભાગીદારીમાં ભારતમાં કરવામાં આવેલા આ પરીક્ષણમાં ૨૫,૮૦૦ લોકોને સામેલ કરાયા હતાં. કોરોનાવાઇરસ સામેની આપણી લડત તેમ જ વિજ્ઞાન માટેવૅક્સિનની શોધમાં આજનો દિવસ ઘણો જ મહત્વપૂર્ણ છે. આજના ત્રીજા તબક્કાની ક્લિનીકલ ટ્રાયલના પરીક્ષણના પરિણામ સાથે અને ૨૭,૦૦૦ લોકોને આવરી લેતા કોવિડ-૧૯ રસીના પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણના પરિણામોની અમે નોંધ લીધી છે એમ ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ક્રિષ્ણા એલ્લાએ જણાવ્યું હતું.

કોરોના રસી આપવાની દેશની તમામ ખાનગી હૉસ્પિટલોને કેન્દ્રની મંજૂરી

કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય લઈને દેશમાં તમામ ખાનગી હૉસ્પિટલોને કોવિડ વૅક્સિનેશન સેન્ટર તરીકે કામ કરવાની મંજૂરી આપી છે. અગાઉ માત્ર આયુષ્માન ભારત-પ્રધાન જન આરોગ્ય યોજના નામની કેન્દ્ર સરકાર પ્રેરિત આરોગ્ય યોજના તથા એના જેવી જ રાજ્ય આરોગ્ય વીમા યોજનાઓ સાથે સંકળાયેલી ખાનગી હૉસ્પિટલોને જ કોરોના-સેન્ટર તરીકે અને કોરોના રસી આપવાની પરવાનગી અપાઈ હતી, પરંતુ હવે સરકારે તમામ ખાનગી હૉસ્પિટલોને એ છૂટ આપી દીધી છે.

national news coronavirus covid19 new delhi