કર્ણાટકના ગામમાં ભરવાડને થયો કોરોના, 47 બકરીઓને ક્વૉરન્ટીન કરાઈ

02 July, 2020 01:07 PM IST  |  Bangalore | Agencies

કર્ણાટકના ગામમાં ભરવાડને થયો કોરોના, 47 બકરીઓને ક્વૉરન્ટીન કરાઈ

બકરીનો કોરોના ટેસ્ટ કરતાં ડૉક્ટર

કર્ણાટકમાં એક ભરવાડનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેની ૪૭ બકરીઓને ક્વૉરન્ટીન કરવામાં આવી છે. આ નવો કેસ બૅન્ગલોરથી આશરે ૧૨૭ કિમી દૂર તુમકુરુ જિલ્લાના ગોડકેરે ગામનો છે. જિલ્લાના પશુપાલન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ગૌરલહટ્ટી તાલુકામાં આશરે ૩૦૦ જેટલાં ઘર છે. ત્યાંની વસ્તી આશરે ૧૦૦૦ જેટલી છે અને ભરવાડ સહિત ગામના બે લોકો કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે.

આ સાથે જ ચાર બકરીઓના શંકાસ્પદ મોત બાદ ગામના લોકો ડરી ગયા છે. ગામ લોકોના કહેવા પ્રમાણે કેટલીક બકરીઓ શ્વાસની સમસ્યાનો સામનો કરી રહી છે.

જિલ્લા પશુ અધિકારીઓ મંગળવારે ગામમાં પહોંચ્યા હતા અને તેમણે બકરીઓને ગામની બહાર ક્વૉરન્ટીન કરાવી હતી. તે સિવાય બકરીઓના સ્વેબના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અધિકારીઓના કહેવા પ્રમાણે એકત્રિત કરવામાં આવેલા નમૂનાઓને પશુસ્વાસ્થ્ય અને પશુચિકિત્સા સંસ્થા-ભોપાલ મોકલવામાં આવ્યા હતા.

coronavirus karnataka national news covid19