બાળકોને સ્કૂલ મોકલતા પહેલા આ નિયમો જાણી લો

20 September, 2020 08:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બાળકોને સ્કૂલ મોકલતા પહેલા આ નિયમો જાણી લો

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના કહેરને લીધે આ વખતે સ્કૂલ મોડેથી શરૂ થવાની છે. આવતી કાલથી સ્કૂલ્સ શરૂ થશે તે પહેલા પેરેન્ટ્સ પોતાના બાળકોને મોકલતા પહેલા નિયમો સમજી લે.

કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક-૪ની નવી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે, જે અનુસાર રાજ્યોને ધોરણ નવથી બારમી સુધીના વિદ્યાર્થીઓને સહાયકરૂપે સ્કૂલો ખોલવાનો નિર્દેશ અપાયો છે, જેમાં સુરક્ષિત અંતર સહિત કોરોનાના અન્ય નિયમોનું શક્તિથી પાલન કરવાનું રહેશે, પરંતુ હાલમાં મહારાષ્ટ્રમાં અનલૉક થવાની સાથે જ કોરોના મહામારીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. પ્રતિદિન અધિકૃત નવા આંકડાઓ જાહેર થઈ રહ્યા છે, જેમાં કોરોનાથી મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે.

કોરોનાને કારણે લૉકડાઉન જાહેર થવાની સાથે જ સ્કૂલ, કૉલેજ બંધ કરાયાં છે. ઑનલાઇન પદ્ધતિ પ્રમાણે સ્કૂલો શિક્ષણ પૂરું પાડી રહી છે. કેન્દ્રએ આપેલી નવી સૂચનામાં ૨૧ સપ્ટેમ્બરથી સ્કૂલો ખૂલવાની અને એમાં ૫૦ ટકા શિક્ષકો, અન્ય કર્મચારીઓ સાથે ધોરણ નવથી બારમા સુધીના વિદ્યાર્થીઓ પોતાના વિષયોના સમસ્યાઓના માર્ગદર્શન માટે વિષય શિક્ષકનો સંપર્ક સાધી શકે છે, જે માટે તેમના પેરન્ટ્સ તરફથી લેખિત સહમતીનો પત્ર સ્કૂલને આપવાનો રહેશે.

સ્કૂલની એન્ટ્રી અને એક્ઝિટમાં શિક્ષકોનું તાપમાન ચેક કરવામાં આવશે. તેમ જ વિદ્યાર્થીઓ અને સ્ટૂન્ડ્સ વચ્ચે સોશ્યિલ ડીસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવશે. બાળકોને લંચ બોક્સ અને પાણીની બોટર સાથે સેનીટાઈઝર પણ ફરજિયાત આપવાનું રહેશે. માસ્ક પહેરવું પણ ફરજિયાત હશે. ખાસી આવે ત્યારે મોઢાને ઢાકવું ફરજિયાત રહેશે. જો તબિયત નરમ લાગે તો તરત જ સંબંધિત ઓથોરિટીને જણાવવાનું રહેશે. કેમ્પસમાં ક્યાય પણ થૂકી શકાશે નહીં.

national news coronavirus covid19