ભોપાલમાં પાર્ટી: યુવકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોની કરી ઐસી કી તૈસી

12 September, 2020 04:20 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

ભોપાલમાં પાર્ટી: યુવકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોની કરી ઐસી કી તૈસી

ભોપાલમાં ગો કોરોના ગો પાર્ટી

ભારતમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા ૪૫ લાખના આંકડાને વટાવી ગઈ છે ત્યાં મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં કેટલાક યુવાનોએ સોશ્યલ ડિસ્ટન્સની ઐસી કી તૈસી કરી વગર માસ્ક પહેરે ગો કોરોના ગો પાર્ટી કરી હતી. આ પાર્ટી ભોપાલમાં આવેલા હલાલી ડેમ ખાતે કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા પર આ પાર્ટીનો એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં હજારો યુવકો માસ્ક પહેર્યા વગર પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે, જેમાં સોશ્યલ ડિસ્ટન્સનું નામોનિશાન નથી દેખાતું. સાથે સાથે યુવાઓ પાણીમાં મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની સંખ્યા દિવસે ને દિવસે સતત વધી રહી છે એવામાં આ પ્રકારની ઘટના સરકાર દ્વારા લેવામાં આવતા સુરક્ષાના પગલાં સામે સવાલો ઉભા કરી રહી છે.

bhopal madhya pradesh coronavirus covid19 national news