JNU, UGC, NET, PhD, NEET, TTE ની પ્રવેશ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય

06 April, 2020 07:41 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

JNU, UGC, NET, PhD, NEET, TTE ની પ્રવેશ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)ના વધતા પ્રકોપ અને લૉકડાઉનને ધ્યાનમાં રાખીને માનવ સંસાધન વિકાસ (HRD) મંત્રાલયે JNU, UGC, NET, PhD, NEET, TTE ની પ્રવેશ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

HRD પ્રધાન રમેશન પોખરિયાલ નિશાંકે કહ્યું હતું કે, રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીના ડાયરેક્ટર જનરલને વિવિધ પરીક્ષાઓ માટેની અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ મુલતવી રાખવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે, આ પરીક્ષાઓમાં જવાહરલાલ નહેરુ યુનિર્વસિટીની UGC, NET, IGNOU. PhD, ICAR exam, NCHM-G ને મેનેજમેન્ટ કોર્સની પરીક્ષાઓની સમયમાર્યાદા એક મહિનો વધારવામાં આવી છે. HRD મંત્રાલયે CBSE, NIOS અને NTA ને પરીશક્ષાઓનું નવું સમયપત્રક તૈયાર કરવાનું કહ્યું છે. આ સાથે જ સ્વાયત સંસ્થાઓ અને NCERT ને પણ વૈક્લિપક શૈક્ષણિક કેલેન્ડર તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. બધા જ વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા આપી શકે તે માટે મંત્રાલયે આ પગલું લીધું છે.

કોરોનાવાયરસના જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે NEET ની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આ બાબતે મંત્રાલયે પણ નોટીસ મોકલાવી છે. JEE Main એક્ઝામ પણ મોકૂફ રાખવામાં આવી છે.

મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્તયું હતું કે, 24 માર્ચે ગૃહ મંત્રાલયે આપેલા આદેશ મુજબ માનવ સંસાધન વિકાસ મંત્રાલયની તમામ કચેરીઓ અને તેની સ્વાયત અને ગૌણ સંસ્થાઓ ત્રણ અઠવાડિયા સુધી બંધ રહેશે."

coronavirus covid19 jawaharlal nehru university