અનલૉક-3.0 કાતિલ હશે : 54,000થી વધુ કેસ, 850થી વધુ દર્દીનાં મોત

03 August, 2020 01:05 PM IST  |  New Delhi | Agencies

અનલૉક-3.0 કાતિલ હશે : 54,000થી વધુ કેસ, 850થી વધુ દર્દીનાં મોત

પ્રતીકાત્મક તસવીર

અનલૉક-3.0ના પહેલા દિવસે એટલે કે એક ઑગસ્ટે સમગ્ર દેશમાં કોરોનાના ૫૪,૦૦૦ કરતાં વધારે કેસ નોંધાયા છે. જોકે અનલૉક-2.0ના છેલ્લા દિવસે ૩૧ જુલાઈએ ૫૭,૦૦૦ કરતાં વધારે કેસ કરતાં આ કેસમાં ઘટાડો થયો છે, જે રાહત સમાન કહી શકાય. ગઈ કાલે રવિવારે સવારે છેલ્લા ૨૪ કલાકના એટલે કે શનિવારના આંકડા જાહેર કરવામાં આવ્યા ત્યારે અગાઉ કરતાં મુત્યુઆંકમાં વધારો નોંધાયો છે. કુલ ૮૫૩નાં મોત થયાં છે. અનલૉક-3.0માં પાંચ ઑગસ્ટથી જિમ અને યોગા સંસ્થાઓને ખોલવાની મંજૂરી મળી છે, એથી શક્ય છે કે કેસ વધી શકે. દરમ્યાનમાં એક દુઃખદ ઘટનામાં યુપીનાં મહિલાપ્રધાન કમલા રાનીનું કોરોનાથી નિધન થયું છે. કોરોનામાં કોઈ પ્રધાનનું મોત થયું હોય એવી આ પ્રથમ ઘટના કહી શકાય. દેશમાં અત્યાર સુધીમાં ૧,૯૮,૨૧,૮૩૧ સૅમ્પલની કોરોના-ટેસ્ટ થઈ છે, જેમાં ગઈ કાલે વધુ ૪,૬૩,૧૭૨ ટેસ્ટ કરાઈ હતી. પુણેમાં આવેલા ચકાન વિસ્તારમાં એક કંપનીના ૭૬ કર્મચારીઓ કોરોના-પૉઝિટિવ આવતાં હલચલ મચી ગઈ હતી. સૌથી વધુ પૉઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. આ સાથે મહારાષ્ટ્રમાં શનિવારે ૯૬૦૧ કેસ, આંધ્રમાં ૯૨૭૬, કર્ણાટકમાં ૫૧૭૨ કેસ નોંધાયા હતા.

સૂત્રોએ કહ્યું કે દેશમાં કોરોનાના ૧૭,૫૧,૯૧૯ કેસ નોંધાઈ ચૂક્યા છે. દેશમાં સતત ત્રીજા દિવસે ૫૪,૦૦૦થી વધારે દર્દી વધ્યા છે. દેશમાં સંક્રમણથી સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ જોકે ૧૧ લાખને પાર થઈને ૧૧,૪૬,૮૭૯ થઈ છે. સંક્રમણથી મોતના દરમાં ૧.૨ ટકાનો ઘટાડો નોંધાયો છે.

coronavirus covid19 lockdown new delhi national news