આયુષની ઊંઘ ઊડી : બાબા રામદેવને જાહેરાતો રોકવા કહ્યું

24 June, 2020 02:32 PM IST  |  Haridwar | Agencies

આયુષની ઊંઘ ઊડી : બાબા રામદેવને જાહેરાતો રોકવા કહ્યું

બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવની સંસ્થા પતંજલિએ ગઈ કાલે કોરોના વાઇરસની આયુર્વેદિક દવા ‘કોરોનિલ’નું સાઇન્ટિફિક ડિટેલ સાથે લૉન્ચિંગ કર્યું છે. પતંજલિનો દાવો છે કે કોરોનિલ, કોરોનાની સારવાર માટે કારગર સાબિત થશે. જોકે બાબાએ મીડિયા સમક્ષ બધા દાવા કરીને દવા લૉન્ચ કરી એ પછી આયુષ મંત્રાલય જાગ્યું અને બાબા રામદેવને દાવાઓ સિદ્ધ ન થાય ત્યાં સુધી દવાની જાહેરાતો રોકવા કહ્યું હતું. રિપોર્ટ મુજબ બાબા રામદેવે કહ્યું કે આ દવાના મૅન્યુફૅક્ચરિંગમાં માત્ર દેશી સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે બાબા રામદેવે કહ્યું કે ‘અમારી દવાનો ૧૦૦ ટકા રિકવરી રેટ છે અને ડેથ રેટ શૂન્ય છે. ભલે લોકો હાલમાં અમારા આ દાવા પર સવાલ ઊભા કરી રહ્યા છે, પરંતુ અમારી પાસે દરેક સવાલનો જવાબ છે. અમે બધા વૈજ્ઞાનિક નિયમોનું પાલન કર્યું છે.’ આ પહેલાં પતંજલિના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણે કહ્યું કે ‘પતંજલિના બધા વૈજ્ઞાનિક, એનઆઇએમએસ યુનિવર્સિટીના ડૉક્ટર અને દરેક ડૉક્ટરોને શુભેચ્છાઓ, જેમના પ્રયાસો હવે સાકાર થઈ રહ્યા છે.’

haridwar national news baba ramdev