Coronavirus Update: છેલ્લા 24 કલાકમાં 501 દર્દીઓએ જીવ ગુમાવ્યો

02 December, 2020 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Update: છેલ્લા 24 કલાકમાં 501 દર્દીઓએ જીવ ગુમાવ્યો

પ્રતિકાત્મક તસવીર

દેશમાં કોરોનાનો કહેર ઓછુ થતા હોવાનું કહેવાઈ રહ્યુ છે, તેમ છતાં છેલ્લા 24 કલાકમાં 501 કોવિડ-19 પૉઝિટિવ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમ જ સૂચિત સમયગાળામાં 36,604 નવા કેસ પણ સામે આવ્યા છે, એમ આરોગ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે.

દેશમાં કોવિડ-10 પૉઝિટિવ કેસની કુલ સંખ્યા 94,99,414 થઈ છે, તેમ જ મૃત્યુઆંક 1,38,122 થયો છે. હાલ ભારતમાં 4,28,644 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 43,062 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. રિકવર થયેલા કુલ દર્દીઓની સંખ્યા 89,32,647 થઈ છે.

મહારાષ્ટ્રમાં 4930 નવા કેસ સામે આવતા કુલ આંકડો 18,28,826 થયો છે. તેમ જ છેલ્લા 24 કલાકમાં 6290 દર્દીઓ રિકવર પણ થયા છે, જોકે 95 લોકોએ આ મહામારીથી પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ (89,098) મહારાષ્ટ્રમાં જ છે.

આ પણ વાંચોઃ કોરોના વેક્સિન બધાને નહીં અપાય?

મુંબઈમાં કુલ કેસનો આંકડો 2,84,191એ પહોંચ્યો છે, જેમાંથી 2,57,410 સાજા થયા છે, 10,893 મૃત્યુ પામ્યા છે અને એક્ટિવ કેસ 15,078 છે. થાણેમાં એક્ટિવ કેસ 15,776 છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆઈ)એ કહ્યું કે, અત્યારસુધીમાં 14,24,45,949 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 10,96,651 કોવિડ-19 ટેસ્ટ ગઈ કાલે કરવામાં આવ્યા હતા.  

ગુજરાતમાં કોવિડ-19ના નવા 1477 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4004 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,885 એક્ટિવ કેસ છે, જ્યારે 1,92,368 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 

national news covid19 coronavirus