મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં વધ્યા છે કેસ, કેન્દ્ર મોકલશે નિષ્ણાતોની ટીમ

25 February, 2021 10:44 AM IST  |  New Delhi | Agency

મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં વધ્યા છે કેસ, કેન્દ્ર મોકલશે નિષ્ણાતોની ટીમ

તીકાત્મક તસવીર

કોરોનાના કેસ જ્યાં વધી રહ્યા છે તે મહારાષ્ટ્ર, કેરલા, ગુજરાત, પંજાબ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર સહિતનાં રાજ્યોને મહામારીનો અસરકારક રીતે સામનો કરવા માટે સહાય મળી રહે તે માટે કેન્દ્ર સરકારે ઉચ્ચસ્તરીય ટીમો નિયુક્ત કરી છે. ત્રણ સભ્યોની આવી બહુ-અનુશાસક ટીમોનું વડપણ આરોગ્ય મંત્રાલયમાં જૉઇન્ટ સેક્રેટરી સ્તરના અધિકારીઓ સંભાળશે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

આ ટીમો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નિકટતાપૂર્વક કામ કરશે અને કોરોનાના કેસમાં તાજેતરમાં થયેલા વધારાનાં કારણો તપાસશે. સાથે જ તેઓ પ્રસરણની ચેઇનને તોડવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય સત્તાતંત્રો સાથે સહનિર્દેશન પણ કરશે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર, કેરલા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય ટીમો નિયુક્ત કરવામાં આવી છે.

national news coronavirus covid19 new delhi