લ્યો, ગુરૂગ્રામમાં ગવાય છે, "હમ હોંગે કામિયાબ..."

18 March, 2020 10:57 PM IST  |  Gurugram | Gujarati Mid-day Online Correspondent

લ્યો, ગુરૂગ્રામમાં ગવાય છે, "હમ હોંગે કામિયાબ..."

ડિપ્રેશન ન આવે તે માટે માહોલમાં ચેતન લાવવાનો સંગીતમય પ્રયાસ

હજી ઇટાલીમાં બાલ્કનીમાં ઉભા ઉભા ગીતો ગાતા ઇટાલિયન સિંગિંગ ઓપેરા લલકારતા લોકોનો વિડિયો જુનો નથી થયો ત્યાં તો કોરોના વાઇરસને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગ અને એકલતાનાં સમયમાં ચેતનાનો સંચાર કરવા ગુરગ્રામમાં આવેલા એક કોમ્પલેક્સનાં લોકોએ પણ સંગીતનો આશરો લીધો.

 

ગુરુગ્રામમાં સેલ્ફ ક્વોરેન્ટાઇનની સ્થિતમાં ઘરમાં બેઠેલા સાથીઓને અને પડોશીઓને ડિપ્રેશન ન આવે અને માહોલ બદલાય એ માટે ગાયત્રી મંત્ર ગાવાનું શરુ કર્યું અને તે પછી હમ હોંગે કામિયાબ ગાઇને બધાંના મુડ અને મનોબળ સુધારવાનું નક્કી કર્યું. સેક્ટર 28માં આવેલા આ એપાર્ટમેન્ટ કોમ્પલેક્સમાં ગવાઇ રહેલા આ ગીત અને મંત્રોચ્ચારના વીડિયો ભારે વાઇરલ થયા હતા. 

 વીડિયોમાં જોઇ શકાય છે કે બે મહિલાઓ માઇક પર આ ગાન લલકારી રહી છે અને લોકો પોતાની બાલ્કનીમાંથી તેમને જોઇ રહ્યા છે. વળી ત્રિરંગો પણ લહેરાવાય છે અને આ પ્રૌઢ મહિલાઓને તાળીઓથી બિરદાવવામાં પણ આવે છે. આ ગાયનની ક્લિપ્સ ભારે વાઇરલ થઇ છે અને લોકો આ પ્રયાસને બહુ હોંશથી વધાવી રહ્યા છે.ભારતમાં કોરોના વાઇરસનાં કેસિઝની સંખ્યા દોઢસોથી ઉપર ગઇ છએ અને વિશ્વમાં 8000 લોકો આ વાઇરસનો ભોગ બન્યા છે. વૈશ્વિક સ્તરે કોરોનાવાઇરસના અસર ગ્રસ્તોનો આંકડો 1,98,300 સુધી પહોંચ્યો છે.

 

coronavirus gurugram delhi news