કનિકાની પાર્ટીમાં હતાં વસુંધરા રાજે અને દિકરો, હવે સેલ્ફક્વોરેન્ટિન્ડ

20 March, 2020 08:08 PM IST  |  Rajsthan | Gujarati Mid-day Online Correspondent

કનિકાની પાર્ટીમાં હતાં વસુંધરા રાજે અને દિકરો, હવે સેલ્ફક્વોરેન્ટિન્ડ

કનિકા કપુરની પાર્ટી પછી વસુંધરા રાજે અને દીકરો દુષ્યંત સેલ્ફ ક્વોરેન્ટિનમાં છે

કનિકા કપુરને કારણે કોણ જાણે કોને કોને કોરોનાનો ભોગ બનવું પડશે. તાજા સમાચાર અનુસાર રાજસ્થાન ઝાલાવાડનાં સંસદ અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે તથા તેમનો દીકરો દુષ્યંત પણ હવે પોતાને સેલ્ફ ક્વોરેન્ટિન કરવાનાં છે. લખનૌની એ પાર્ટીમાં આ બંન્ને પણ હાજર હતા જે કનિકા કપુરે અટેન્ડ કરી હતી. કનિકા કપુરની બેજવાબદારીને કારણે બહુ લોકોને હાલાકિ વેઠવી પડશે તેવું લાગી રહ્યું છે. વળી દુષ્યંત કનિકા વાળી આ પાર્ટી પછી બીજા છ ડઝન સાંસદો સાથે રાષ્ટ્પતિ ભવન રિફ્રેશમેન્ટ માટે ગયા હતા અને ગુરૂવારે સંસદ અટેન્ડ કરવા પણ ગયા હતા. આમ તેઓ એક કરતા વધુ સંસદ સભ્યોનાં સપર્કમાં આવ્યા હતા. કનિકા કપૂરને કોરોનાવાઇરસનો Covid-19 પૉઝિટીવ આવ્યો હોવાની ખબર મળતાં જ વસુંધરા રાજે અને તેમને દીકરો દુષ્યંત આઇસોલેશનમાં ચાલ્યા ગયા છે. જો કે હવે સંસદોમાં ફફડાટ વાપ્યો છે કે ક્યાંક તેમને પણ આ ચેપ ન લાગ્યો હોય. સંસદનાં સત્રને થોભાવવાની વાતચીત પણ ચાલી રહી છે.

kanika kapoor vasundhara raje coronavirus covid19