અમેરિકામાં કોરોના વાઇરસથી 6 મોત, પાકિસ્તાનમાં દર્દીનો આંકડો 5

03 March, 2020 12:14 PM IST  |  Washington DC | Mumbai

અમેરિકામાં કોરોના વાઇરસથી 6 મોત, પાકિસ્તાનમાં દર્દીનો આંકડો 5

ચીનથી પ્રસરેલો જીવલેણ કોરોના વાઇરસ હવે ધીરે ધીરે દુનિયાને પકડમાં લઇ રહ્યો છે. અનેક દેશોમાં આ વાઇસને કારણે લોકો મોતને ભેટ્યા છે. અમેરિકામાં આ વાઇરસ અત્યાર સુધી 6 જમાને ભરખી ગયો છે. અમેરિકન ઉપ રાષ્ટ્રપ્રમુખ માઇક પેંસે કહ્યું કે આ વાઇરસની દવાઓ ઉનાળા સુધીમાં મળી શકશે. એક પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા માઇક પેંસે કહ્યું કે કોરોના વાઇરસનું વેક્સિન વર્ષાંત સુધી કે આવતા વર્ષની શરૂઆત સુધીમાં ઉપલબ્ધ નહીં થાય પણ જે દર્દીઓ સંક્રમિત છે તેમને માટે ઉનાળા સુધીમાં દવાઓ મળે તેની તજવીજ કરાઇ રહી છે.
અમેરિકામાં કોરોનાવાઇરસનાં એક દર્દી પર ગિલિએડ કંપની દવા રેમડેસિવિરનો ઉપયોગ કરાયો છે પણ તે બધું હાલમાં ચકાસણી રૂપે થઇ રહ્યું છે. આ તરફ વિદેશી નાગરિકોને અમેરિકામાં આવવા પર પ્રતિબંધ મુકાય છે, અત્યાર સુધીમાં અમેરિકામાં કોરોના વાઇરસનાં 46 કેસિઝ નોંધાયા છે. છેલ્લા પખવાડિયામાં ઇરાનનો પ્રવાસ કરીને આવેલા પ્રવાસીઓ અને વિદેશી નાગરિકો પર ટ્રમ્પે પ્રતિબંધ મુક્યો છે વળી દક્ષિણ કોરિયા અને ઇટાલીનાં અમુક હિસ્સાઓમાં અમેરિકન નાગરિકોએ પ્રવાસ ટાળવો તેવી અપીલ પણ કરી છે. આ તરફ આપણા પાડોશી દેશ પાકિસ્તાનમં મંગળવારે કોરોના વાઇરસનો વધુ એક દર્દી નોંધાયો અને આમ કુલ આંકડો પાંચે પહોંચ્યો છે. રોઇટર્સનાં રિપોર્ટ અનુસાર આ દર્દી 45 વર્ષિય મહિલા છે જે બલિટ્સ્તાનનાં ઉત્તરનાં પહાડોમાં વસે છે, તે થોડા દિવસ પહેલાં જ ઇરાનથી આવી છે. ગિલગિટ પાસેની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પાકિસ્તાનમાં મોટેભાગે જે લોકો ઇરાનથી પાછા ફર્યા છે તેમનામાં જ આ લક્ષણો જોવા મળ્યા છે. સોમવારે પહેલો કિસ્સો બહાર આવતા કરાચીમાં શાળા-કૉલેજીઝ બંધ કરી દેવાયા છે.

coronavirus pakistan united states of america donald trump