Corona Virus: રેલ્વે બોર્ડે કરી જાહેરાત, ઝોનલ રેલ્વે ટ્રેન્સ અંગે નિર્ણ

20 March, 2020 08:59 PM IST  |  Mumbai | Rajendra B. Aklekar

Corona Virus: રેલ્વે બોર્ડે કરી જાહેરાત, ઝોનલ રેલ્વે ટ્રેન્સ અંગે નિર્ણ

પ્રતીકાત્મક તસવીર

જો કે રેલ્વેએ પહેલાં તો ટ્રેઇન્સ બંધ જ રાખવાનો નિર્ણય જાહેર કર્યો પણ પોતાના આ નિર્ણયને આટલો આકરો ન રાખતા તેમાં થોડા ફેરફાર કર્યા છે જે હમણાં જ જાણવા મળ્યા છે. રેલ્વે બોર્ડે ટ્રેઇન્સ ન દોડાવવાનો નિર્ણય જાહેર તો કર્યો પણ થોડા સમય બાદ જાહેર કરેલા બીજા નિવેદનમાં લખ્યું હતું કે લાંબા અંતરની ટ્રેઇન્સ અને ઇન્ટર સિટી ટ્રેઇન્સમાં મોટી સંખ્યામાં મુસાફરો હોય છે અને માટે ઝોનલ રેલ્વેઝ ધારે તો પોતાની વિવેક બુદ્ધી અનુસાર ટ્રેઇન્સને કેન્સલ ન કરવાનો નિર્ણય લઇ શકે તે માટે તેમને મંજુરી અપાઇ છે. આ નિર્ણય બદલવા પાછળનું કારણ એટલું છે કે મુસાફરો જેમણે લાંબા અંતરની ટ્રેઇન્સમાં મુસાફરી શરૂ કરી દીધી હોય તો તો તેઓ ટ્રેઇન્સ થોભી જાય તો સ્ટેશન પર ફસાઇ જઇ શકે છે. આવી અફરા તફરીની સ્થિતિ ટાળવા માટે રેલ્વે બોર્ડે ઝોનલ રેલ્વેઝને આગવી રીતે નિર્ણય લેવાની છૂટ આપી છે.

 કોરોના વાઇરસને પગલે દેશમાં વડાપ્રધાન મોદીએ જનતા કર્ફ્યુની વાત કરી છે ત્યારે 22મી માર્ચની એક મોટી જાહેરાત તાજેતરમાં જ જાણવા મળી છે. ભારતીય રેલ્વે જે ઇતિહાસમાં આજ સુધી એકેય વાર નથી થોભી તે 22મી માર્ચે જનતા કર્ફ્યુનાં ભાગ રૂપે થોભશે તેવી જાહેરાત પહેલાં કરવામાં આવી. એકપણ પેસેન્જર ટ્રેઇન્સ જે 21/22 માર્ચની મધરાત અને 22માર્ચ રાત્રે 10 વાગ્યની વચ્ચે શરૂ થતી હશે તે નહીં દોડે તેમ હૂકમ બહાર પડ્યો પણ બાદમાં લાંબા અંતરની ગાડીઓને ધ્યાનમાં રાખીને તે બદલવામાં આવ્યો. આ ટ્વીટમાં તમે પહેલાનાં અને બાદનાં એમ બંન્ને નિર્ણય અંગેની જાહેરાત જોઇ શકશો. 

જનતા કર્ફ્યુના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને મુંબઇ, દિલ્હી, સિકંદરાબાદ, કોલકત્તા અને ચેન્નઇની સબર્બન ટ્રેઇન્સની ફ્રિકવન્સી પણ લઘુત્તમ કરવામાં આવશે. 

indian railways covid19 coronavirus national news