Corona Virus: ઇટાલિયન પ્રવાસી વાઇરસથી બચ્યો, એટેકથી ગુજરી ગયો

20 March, 2020 11:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Corona Virus: ઇટાલિયન પ્રવાસી વાઇરસથી બચ્યો, એટેકથી ગુજરી ગયો

આ પ્રતિકાત્મક તસવીર છે.

એક આઘાત જનક ઘટનામાં એક ઇટાલિયન મુસાફરને કોરોનાવાઇરસથી મુક્ત જાહેર કરાયો જ્યારે તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો ત્યારે પરંતુ કમનસીબે તે રાજસ્થાનનાં જયપુરની હૉસ્પિટલમાં હાર્ટ અટેકથી શુક્રવારે સવારે મૃત્યુ પામ્યો.
સ્વાસ્થ્ય મંત્રી રઘુ શરમે કહ્યું કે ઇટાલિયન મુસાફર કોરોનાવાઇરસથી નહીં પણિ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો છે. એમએમએસ હૉસ્પિટલમાં તેની સારવાર અને તપાસ બાદ તે કોરોના નેગેટિવ હતો પણ તેને સિગારેટ પીવાની ટેવ હતી અને તેને અન્ય તકલીફો હતી જેને કારણે તેનું સ્વાસ્થ્ય બાદમાં કથળ્યું. ઇટાલિયન એમ્બેસીએ હૉસ્પિટલ સત્તા વાળાનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ તેને ફોર્ટિસ હૉસ્પિટલમાં સારવાર કરવા લઇ જવા માગે છે. તે ત્યાં જ હાર્ટ અટેકથી મૃત્યુ પામ્યો, વાઇરસથી નહીં તેવું હિંદુસ્તાન ટાઇમ્સનાં એક રિપોર્ટમાં જણાવાયુ હતું.

ઇટલિયન કપલ એક ટુરિસ્ટ ગ્રુપનો ભાગ હતું જે ફેબ્રુઆરીમાં રાજસ્થાન આવ્યું હતું. એકવાર તેમના રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી તેમને આઇસોલેશનમાં રખાયા હતા. 12 દિવસ પછી ફરી વાઇરસનો ટેસ્ટ કરાયો જે નેગેટિવ આવ્યો અને એ જ રિપોર્ટ ફરી પણ કરાયો અને ત્યારે પણ પરિણામ નેગેટિવ જ આવ્યું. તેને રજા અપાઇ ત્યારે ડૉક્ટરોએ તેના ફેફસાનાં ઇન્ફેક્શન અને ચેઇન સ્મોકિંગની વાત કરી હતી. મેડિકલ સુપ્રિન્ટેન્ડટ ડૉ. ડી એસ મીનાએ કહ્યું કે તે કોરોનાવાઇરસમાંથી બેઠો થઇ ગયો હતો અને તેને ફેફસાનાં ઇન્ફેક્શન માટે આઇસીયુમાં સારવાર અપાઇ રહી હતી જ્યાં તે બાદમાં મૃત્યુ પામ્યો.
રાજસ્થાનમાં હજી સુધી કોરોનાવાઇરસનાં 9 કેસ પોઝિટીવ થયા છે જેમાંથી ત્રણ દર્દિ સફળતા પુર્વક સાજા થયા છે.

coronavirus covid19 jaipur rajasthan world health organization