Corona Virus:ગભરાશો નહીં, સલામતીનાં પગલાં લોઃ નરેન્દ્ર મોદી

12 March, 2020 06:11 PM IST  |  Delhi | Mumbai Desk

Corona Virus:ગભરાશો નહીં, સલામતીનાં પગલાં લોઃ નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે જાહેરાત કરી હતી કે સરકાર કોરોનાવાઇરસની સ્થિતિને લઇને બહુ જ સતર્ક છે અને કડક પગલાં લઇ રહી છે વળી તેમણે લોકોને કોઇ રીતે ડરવાની ના પાડી છે અને કહ્યું છે કે પેનિક ને ના પાડો પણ પ્રિકૉશન્સને હા પાડો.બધાં જ મંત્રાલયો અને રાજ્યોમાં વિવિધ પગલાં લેવાઇ રહ્યાં છે જેથી આ વાઇરસ સામે સુરક્ષા મેળવી શકાય અને તમામને સલામતી બક્ષી શકાય. વડાપ્રધાને આ અર્થનું ટ્વિટ કર્યું હતું. કોરોનાવાઇરસ સામેનાં પગલાંમાં બહોળી બાબતો સમાવી લેવાઇ છે જેમાં વિઝા સસ્પેન્શનથી માંડીને હેલ્થકેરની ક્ષમતાઓ વધારવારની વાત થઇ છે."સે નો ટુ પેનિક,સે યેસ ટુ પ્રિકોશન્સ"નું ટ્વિટ કરીને મોદીએ સાથે લખ્યું છે કે કોઇપણ કેન્દ્રિય મંત્રી આવનારા દિવસોમાં વિદેશ પ્રવાસ નહીં કરે. હું તમામ દેશવાસીઓને અરજ કરું છું કે જરૂર ન હોય તો પ્રવાસ ટાળવો.

મોટા ટોળાંમાં ભેગા થવાનું ટાળીને આપણે કોઇપણ મોટી મહામારીના જોખમથી બચી શકીએ છીએ તેવું મોદીએ કહ્યું હતું.
સરકાર કોવિડ-19 નોવેલ કોરોના વાઇરસની સ્થિતિ અંગે કડક પગલાં લઇ રહી છે. યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી અનુસાર કોરોનાવાઇરસનાં દેશમાં 73 કેસિઝ નોંધાયા છે અને 13 તાજા કેસિઝને પુષ્ટિ મળી છે જેમાં વિદેશી નાગરિકો પણ છે.

coronavirus narendra modi national news