Corona Virus: દિલ્હીમાં વાઇરસની પકડમાંથી મુક્ત થયેલા દર્દીની આપવીતી

16 March, 2020 05:19 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Corona Virus: દિલ્હીમાં વાઇરસની પકડમાંથી મુક્ત થયેલા દર્દીની આપવીતી

આ પ્રતિકાત્મક તસવીર છે

દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં કોરોનાવાઇરસથી સાજા થયેલા બે દર્દીઓ આખે ઘરે પહોંચ્યા. બેમાંથી એકે પોતાનો આખો અનુભવ મીડિયા સાથે શેર કર્યો હતો. આ દર્દીઓ પોતાની ઓળખ જાહેર નથી કરી પણ તે એક વ્યાપારી છે જે 25 ફેબ્રુઆરીએ યુરોપથી પાછો ફર્યો હતો અને તેને બીજા જ દિવસે તાવ આવી ગયો હતો. તે ડૉક્ટર પાસે ગયો ત્યારે તેને ત્રણ દિવસનો ડૉઝ અપાયો જેનાથી તેને ફેર તો પડ્યો પણ ફરી તાવ આવતા તે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ગયો. 1લી માર્ચે જ ડૉક્ટર્સને ખ્યાલ આવી ગયો હતો કે તેને કોરોના વાઇરસ પોઝિટીવ છે પણ તેની જાણ તેને તરત ન કરાઇ.
બીજા દિવસે હોસ્પિટલમા શિફ્ટ કરાયેલા આ દર્દીને શરદી-ખાંસી હતા પણ તેને પોતાને પણ ખ્યાલ આવી ગયો હતો કે આ શરદી-ખાંસી સામાન્ય નથી કંઇક જુદા છે. આ દર્દીએ એનડીટીવીના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, "ભારતમા હેલ્થકેર સિસ્ટમ બહુ જ સારી છે અને તે અન્ય દેશોથી પણ બહેતર છે. અહીં આસોલેશન વોર્ડ બે બાય બેની અંધારી ઓરડી જેવો નથી જ્યાં સુર્ય પ્રકાશ પણ ન આવે. "
હજી બીજા ચૌદ દિવસ સુધી તેને ઘરની બહાર નથી નિકળવાનું. દર્દીને જ્યારે ડૉક્ટર્સે કહી દિધું કે તે કોરોના વાઇરસ પોઝિટીવ છે અને તેણે ગભરાવાની કોઇ જરૂર નથી કારણકે આ અંતે તો એક પ્રકારનો ફ્લુ જ છે પછી તેને જરા રાહત થાઇ. દિલ્હીના સાત કોરોના વાઇરસ કેસિઝ પોઝિટિવ હતા જેમાંથી એકનું મૃત્યુ પણ થયું છે અને બાકીનાઓની સારવાર ચાલી રહી છે. બે દર્દિઓને રવિવારે રજા અપાઇ જેમાંથી એકે પોતાનો અનુભવ વહેંચ્યો હતો અને કહ્યું કે આ એક પ્રકારનો ફ્લુ જ છે, અને ગભરાવાની જરૂર નથી માત્ર ચેપ ન લાગે તેની તકેદારી રાખવી પડે.

coronavirus delhi news national news