દિલ્હીમાં કોરોના વાઇરસનો કેસ, દેશમાં કુલ બે કેસિઝ

02 March, 2020 04:28 PM IST  |  Mumbai | Mumbai Desk

દિલ્હીમાં કોરોના વાઇરસનો કેસ, દેશમાં કુલ બે કેસિઝ

ભારત સરકારે કોરોના વાઇરસના બે નવા કેસની જાણ કરી છે. દિલ્હી અને તેલંગાણાં એક એક કેસ થયો હોવાની પુષ્ટિ કરાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંન્ને કેસીઝમાં દર્દીની હાલત સ્થિર છે અને કડક દેખરેક હેઠળ તેમની સારવાર ચાલુ છે. આ જોતાં ભારતમાં આવ કેસિઝની સંખ્યા પાંચ થઇ છે. પીટીઆઇ અનુસાર દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી હાલમાં જ ઇટાલીથી પાછો ફર્યો હતો.

યુરોપમાં કોરોના વાઇરસનાં સૌથી વધુ કેસ ઇટાલીમાં જ જોવા મળ્યા હતા. કુલ 1694 કેસિઝ જાહેર થયા હતા જેમાંથી 34 જણા મૃત્યુ પામ્યા હતા. તેલંગાણામાં જે દર્દી નોંધાયો છે તે દુબઇથી પાછો ફર્યો હતો. આ પહેલાં કેરળમાં પણ ત્રણ કેસ જોવા મળ્યા હતા અને આ ત્રણેય ચીનથી પાછા ફર્યા હતા. જો કે આ ત્રણેયનો હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.

દેશનાં 21 ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ પર 2000થી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે. સમાચાર એજન્સીઝે જણાવ્યા અનુસાર ભારત સરકારે ભારતીય અને વિદેશી નાગરિકોને વાયરસનાં એપીસેન્ટર વુહાનમાંથી બહાર લાવવામાં ત્રણ વાર મદદ કરી છે. સેના અને આઇટીબીપીનાં છાવલા અને માણેસર કેંપમાં આ લોકોને નિરિક્ષણ હેઠળ રખાયા છે.

ભારતમાં આ સ્થિતિ છે ત્યારે રૉઇટર્સ અનુસાર આઇસલેંડે કોરોના વાઇરસનાં ત્રણ કેસિઝની જાણકારી આપી છે. શુક્રવારે પહેલો કેસ જાહેર કરાયો અને પછી વિકેન્ડમાં અન્ય બે કેસિઝ અંગે સ્પષ્ટતા કરાઇ. આ ત્રણેય દર્દીઓ ઇટાલીથી પાછા ફર્યા હતા. ચીનનાં વુહાનમાં શરૂ થયેલો કોરોના વાઇરસ સાંઇઠથી વધુ દેશોમાં પ્રસરી ચુક્યો છે. અમેરિકામાં તેને લીધે બે મૃત્યુ થઇ ચુક્યા છે. આખા વિશ્વમાં 3000થી વધુ લોકો કોરોના વાઇરસથી મૃત્યુ પામ્યા છે, ચીનમાં આ આંકડો 2912 છે અને 80 હજારથી વધુ દર્દીઓ છે. દક્ષિણ કોરિયામાં આ વાઇરસનાં 4335 કેસિઝ નોંધાયા છે તો જર્મનીમાં 150એ દર્દીઓનો આંકડો પહોંચ્યો છે.

 

delhi news coronavirus china