દેશની જનતાને ક્યારે મળશે કોરોના વેક્સીન,સ્વાસ્થ્ય મંત્રીએ આપી ગુડ ન્યૂઝ

30 November, 2020 05:54 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

દેશની જનતાને ક્યારે મળશે કોરોના વેક્સીન,સ્વાસ્થ્ય મંત્રીએ આપી ગુડ ન્યૂઝ

હર્ષ વર્ધન

દેશમાં કોરોના વાયરસની હાલની સ્થિતિ વચ્ચે કોરોડો લોકો વેક્સીનની રાહ જોઇ રહ્યા છે. દેશની સવા અરબ જનતા શક્ય તેટલી વહેલી તકે વેક્સીન ઇચ્છે છે. આ બધાં વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને વેક્સીનને લઈને ફરી એકવાર ગુડ ન્યૂઝ આપ્યા છે. તેમણે જણાવ્યું કે સરકારની યોજના આવતા છ મહિનાની અંદર 30 કરોડ લોકોને વેક્સીન આપવાની છે. જણાવવાનું કે ભારત સહિત વિશ્વભરમાં અનેક કંપનીઓ કોરોના વેક્સીન બનાવી રહી છે અને કેટલીય કંપનીઓએ પોતાના ટ્રાયલ પૂરા કરી લીધા છે.

વેક્સીન પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ શું કહ્યું?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન સાથે જ્યારે વેક્સીનને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે આગામી 3-4 મહિનાની અંદર આ વાતની સંપૂર્ણ શક્યતા છે કે અમારી પાસે વેક્સીન અવેલેબલ થઈ જશે અને લોકોને લગાવવાનું શરૂ પણ કરી દેવામાં આવશે. તેમણે આગળ જણાવ્યું કે, "જુલાઇ-ઑગસ્ટ સુધી, અમારી યોજના 25-30 કરોડ લોકો સુધી વેક્સીન પહોંચાડવાની છે અને આ પ્રમાણે અમે કામ પણ કરી રહ્યા છીએ." તો, હર્ષવર્ધને લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટેન્સ જાળવી રાખવાની અપીલ પણ કરી છે. જો કે, તેમણે આ વાત કૃષિ કાયગા વિરોધ ચાલતા ખેડૂત આંદોલનને લઈને કરી. હર્ષવર્ધને કહ્યું કે, "હું બધાને નિવેદન કરું છું કે કોરોના વાયરસને લઈને જાહેર નિયમો જેમ કે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેન્સનું પાલન કરો."

વેક્સીન પહોંચાડવા માટે યુદ્ધસ્તરે થઈ રહી છે તૈયારી
દેશભરમાં ઝડપથી કોરોના વેક્સીન ઉપલબ્ધ કરાવવા માટે મોદી સરકાર યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં વેક્સીન તૈયાર કરવામાં લાગેલી ત્રણ પ્રમુખ સંસ્થાનો પર વિઝીટ કરી હતી. આ સિવાય, ગૃહ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વેક્સીનને લઈને પ્રારંભિક તૈયારીઓ શરી કરી દીધી છે. બધી રીતે સ્થિતિ પ્રમાણે ભંડારણ પણ કરી રહ્યા છે. તો, વેક્સીન પર કામ કરતી કંપનીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા વાતચીત રરશે અને વેક્સીન વિકાસ પર ચર્ચા કરશે.

national news narendra modi amit shah