કોરોનાની અસર: આજ રાતથી દેશમાં ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ રદ

23 March, 2020 06:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાની અસર: આજ રાતથી દેશમાં ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ રદ

ફાઈલ તસવીર

દેશમાં સતત વધતા કોરોનાના કેસને લીધે સરકારે મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે અને આજે એટલે કે 24 માર્ચ મધરાતથી પેસેન્જર વિમાનો (ડૉમેસ્ટિક ફ્લાઇટ્સ)ની મુસાફરી બંધ કરી છે. દેશના 19 રાજ્યોને લૉકડાઉન કર્યા બાદ હવે વિમાન સેવા પણ બંધ કરાઈ છે.

આઝાદી પછી અનેકવાર એવું બન્યું છે દેશમાં હિલચાલ પર રોક લાગી હોય. પરંતુ આવું પહેલી વાર થયું છે કે સૌ પ્રથમ સરકારે જનતા ક્ફર્યુ લગાડ્યું અને ત્યારબાદ એક પછી એક 19 રાજ્યોને લૉકડાઉન કર્યા છે.

આ પણ વાંચો: કોરોનાની અસર: આજ રાતથી 31 માર્ચ સુધી મુંબઈની લોકલ ટ્રેનો બંધ

આ પહેલાં સરકારે લોકલ ટ્રેન, પ્રિમિયમ ટ્રેમ, પેસેન્જર ટ્રેન, મેટ્રો સેવા, બસ સેવા બધુ જ બંધ કર્યું છે. સરકાર સામે સૌથી મોટો પડકાર એ છે કે 130 લોકોને અઠવાડિયા સુધી ઘરમાં રાખવાના છે!

national news coronavirus covid19 mumbai domestic airport