Big Breaking: ભાજપ વિધેયક સુરેન્દ્ર સિંહ જીનાનું કોરોનાને કારણે નિધન

12 November, 2020 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Big Breaking: ભાજપ વિધેયક સુરેન્દ્ર સિંહ જીનાનું કોરોનાને કારણે નિધન

ભાજપ વિધેયક સુરેન્દ્ર સિંહ જીના

ઉત્તરાખંડના સલ્ટ વિધાનસભાથી ભાજપ વિધેયક સુરેન્દ્ર સિંહ જીના (Surendra Singh Jeena)નું નિધન થઈ ગયું છે. પત્નીના નિધન પછી વિયોગમાં અન્ન ત્યાગ કરી દેવાથી વિધેયકનું સ્વાસ્થ્ય સતત બગડ્યું. આ દરમિયાન કોરોનાની ચપેટમાં આવવાથી સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. દિલ્હીના સરગંગારામ હૉસ્પિટલમાં ગુરુવારે સવારે લગભગ ત્રણ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા.

વિધેયક સુરેન્દ્ર સિંહ જીના (51) પુત્ર પ્રતાપ સિંહ જીનાનું દિલ્હીના સર ગંગારામ હૉસ્પિટલમાં નિધન થઈ ગયું. 15 દિવસ પહેલા પત્નીધરમા દેવી (નેહા)ના નિધન પછી વિધેયક સુરેન્દ્ર સિંહ આઘાતમાં ગતા. ભોજન છોડી દેવાથી તે અસ્વસ્થ થઈ ગયા હતા. આ દરમિયાન તે કોરોનાવાયરસથી સંક્રમિત પણ થઈ ગયા હતા. રિપોર્ટ પૉઝિટીવ આવ્યા પછી તેમને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

ભાજપમાં છવાયો શોક
વિધેયકના નિધનના સમાચારથી ભાજપા નેતાઓમાં શોકની લહેર છવાઇ છે. હંમેશાં ગામ-ગામ સુધી પહોંચનારા વિધેયકના નિધન પર કોઇને વિશ્વાસ જ નથી થઈ રહ્યો વિધેયક પોતાના વિધાનસભા ક્ષેત્રમાં ખૂબ જ લોકપ્રિય હતા. વિકાસ યોજનાઓ ક્ષેત્ર સુધી પહોંચાડવાની સાથે જ ક્ષેત્રના યુવાનોને દિલ્હીમાં રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે જાણીતા હતા.

પરિવારમાં સૌથી નાના હતા
વિધેયક પરિવારમાં સૌથી નાના હતા. તેમને મોટા ભાઇ રમેશ તેમજ મહેશ જીના દિલ્હીમાં કારોબારી છે. વિધેયકના 18 તેમજ 20 વર્ષીય બે પુત્ર છે. વિધેયકના નજીકના લોકોએ જણાવ્યું કે પત્ની ધરમા દેવીના નિધન પછી વિધેયક આઘાતગ્રસ્ત છે. કેટલાક દિવસો સુધી તેઓ જમ્યા નહોતા. આ કારમે પણ તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું હતું.

વર્ષ 2007માં પહેલીવાર બન્યા વિધેયક
સુરેન્દ્ર સિંહ જીનાએ 2007માં રાજકારણમાં એન્ટ્રી લીધી. તે એકવાર ભિકિયાસૈણ તેમજ બે વાર સલ્ડમાંથી વિધેયક તરીકે ચૂંટાયા.

national news bharatiya janata party