કેરળમાં કોરોના: દસમા ધોરણની બે સ્કૂલના ૨૦૦ વિદ્યાર્થીઓ કોરોના-પૉઝિટિવ

09 February, 2021 11:15 AM IST  |  Mumbai | Agencies

કેરળમાં કોરોના: દસમા ધોરણની બે સ્કૂલના ૨૦૦ વિદ્યાર્થીઓ કોરોના-પૉઝિટિવ

કેરળમાં કોરોના: દસમા ધોરણની બે સ્કૂલના ૨૦૦ વિદ્યાર્થીઓ કોરોના-પૉઝિટિવ

કેરળના મલપ્પુરમ જિલ્લાની બે સ્કૂલમાં ૧૯૨ વિદ્યાર્થીઓ અને ૭૨ કર્મચારીઓની કોવિડ-19 ટેસ્ટ પૉઝિટિવ આવી હોવાનું જિલ્લાના આરોગ્ય અધિકારીએ કહ્યું હતું. ૧૯૨ વિદ્યાર્થીઓમાંથી ૧૪૯ મારનચેરી હાયર સેકન્ડરી સ્કૂલના છે, જ્યારે કે બાકીના ૪૩ વિદ્યાર્થીઓ વૅનેરી હાયર સેકન્ડરી સ્કૂલના છે. આ જ પ્રકારે મારનચેરી હાયર સેકન્ડરી સ્કૂલના ૩૯ કર્મચારીઓ જ્યારે કે વૅનેરી હાયર સેકન્ડરી સ્કૂલના ૩૩ કર્મચારીઓ કોરોના વાઇરસ સંક્રમિત છે.
કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યાનુસાર કેરળમાં અત્યાર સુધીમાં ૬૭,૯૦૩ ઍક્ટિવ કેસ છે, જ્યારે કે ૮,૯૬,૬૬૮ રિકવરી અને ૩૮૬૭ મૃત્યુ નોંધાયાં છે.
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાઇરસના ઍક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧,૪૮,૬૦૯ થઈ છે, જે કુલ કેસલોડના ૧.૩૭ ટકા જેટલી છે. લગભગ ૮૫.૮૫ ટકા કેસ છ રાજ્યોમાં નોંધાઈ રહ્યા છે, જેમાં કેરળ રોજના લગભગ ૬૭૦૫ કેસ સાથે સૌથી અગ્રેસર છે.

kerala national news coronavirus covid19