ભારતમાં કોરોનાને માત આપનારાનો આંકડો વધશે, રિકવરી રેટ આટલો

02 June, 2020 12:25 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ભારતમાં કોરોનાને માત આપનારાનો આંકડો વધશે, રિકવરી રેટ આટલો

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારી વિરુદ્ધ દેશમાં જંગ જાહેર છે. આ જીવલેણ વાયરસને માત આપવા માટે દરેક રાજ્યએ અનેક તૈયારીઓ કરી છે. ખૂબ જ સંક્રામક હોવાની કારેણે આ બીમારીની ચપેટમાં આવતાં લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે પણ સારી વાત એ છે કે કોવિડ-19થી દેશમાં મૃત્યુદર ઘટ્યો છે અને આ સંક્રમણમાંથી સ્વસ્થ થનારાની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. ધીમે-ધીમે પણ ભારતમાં કોરોનાની ક્યાંક પીછેહટ થતી જોવા મળે છે અને જો આ જ ટ્રેન્ડ રહ્યો તો બીમાર થનારા કરતાં સ્વસ્થ થનારાઓની સંખ્યા વધી શકે છે.

મૃત્યુદર ઘટ્યો
45 દિવસ પહેલા કોવિડ-19થી લોકોનો મૃત્યુદર 3.3 ટકા હતો જ્યારે હવે તે ઘટીને 2.83 ટકા પર પહોંચ્યો છે. 18મેના મૃત્યુદર 3.15 ટકા જ્યારે 3મેના 3.25 ટકા હતો. ભારતમાં એક દિવસમાં સૌથી વધારે મૃત્યુના સરકારી આંકડા પ્રમાણે 230 છે. દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 5,394 પર પહોંચી છે અને સંક્રમિતોની સંખ્યા 1 લાખ 90 હજાર પાર થઈ ગઈ છે.

ડિસ્ચાર્જ થનારાની સંખ્યા વધી
દેશમાં અત્યારે 93,322 એક્ટિવ કેસ છે. 91818 કોરોનાથી સ્વસ્થ થઈને ઘરે પાછાં જઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 4,835 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારની 8મેની ગાઇડલાઇન્સ પ્રમાણે, સામાન્ય અને મધ્યમ કોરોના પીડિત દર્દીઓના લક્ષણ જો ન વધે તો 10 દિવસ પછી તંદુરસ્ત જાહેર કરી દેવામાં આવે છે. એટલે કે આગામી સમયમાં કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા ઝડપથી વધશે.

રિકવરી રેટમાં પણ સુધારો
કોવિડ-19થી રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે અને આ 48.19 ટકા સુધી પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા પ્રમાણે, 18 મેના રિકવરી રેટ 38.29 ટકા હતો જ્યારે 3 મેના આ રેટ 26.59 ટકા હતો. 15 એપ્રિલે રિકવરી રેટ માત્ર 11.42 ટકા હતો. રિકવરી રેટ વધવાથી સંકેત મળી રહ્યા છે કે દેશમાં આ બીમારીની ટૂંક સમયમાં જ ઓળખ અને સારવાર કરવામાં આવી રહી છે. જુદાં જુદાં રાજ્યોમાં રિકવરી રેટ જુદાં છે પણ ઓવરઑલ તસવીર ઉત્સાહવર્ધક છે.

આ કારણે ઘટ્યો મૃત્યુદર
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, દેશમાં મૃત્યુની સંખ્યા સતત ઘટવાનું મુખ્ય કારણ આ બીમારીની સમયસર ઓળખ અને તરત તેની સારવાર છે.

કેસમાં હજી થશે વધારો પણ...
અધિકારોએનું કહેવું છે કે આવનારા સમયમાં રાજ્યોમાં કોરોનાના કેસ વધશે કારણકે પ્રવાસી મજૂરો પોતાના ઘરે ગયા છે અને લૉકડાઉનમાં પણ છૂટ આપવામાં આવી છે. સરકાનું લક્ષ્ય શક્ય તેટલી વધુ ટેસ્ટ અને દર્દીઓની ઝડપી રિકવરી છે.

મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ચિંતા
મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત અન્ય ઘણાં રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ચિંતા કરાવનારી તો છે પણ હાલ સ્થિતિ ખરાબ નથી.

બીજા દેશો કરતાં ભારતની સ્થિતિ બહેતર
જ્યાં સુધી કોરોના વાયરસના મરણાંકની તુલનાની વાત કરીએ તો સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે વૈશ્વિક સ્તરે કોવિડ-19થી મૃત્યુદર 6.19 ટકા છે. ફ્રાન્સમાં સૌથી વધારે 19.35% તેના પછી બેલ્જિયમ 16.25 ટકા અને ઇટલી 14.33 અને બ્રિટન 14.07 ટકા છે.

દેશમાં ટેસ્ટિંગ વધી
કેન્દ્ર સરકારે જણાવ્યું કે દેશમાં ટેસ્ટિંગની સુવિધા વધી છે હવે 676 લૅબમાં આની ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટ કરનારી લૅબમાં 472 સરકારી લૅબ છે જ્યારે 204 ખાનગી છે. અંદાજે લગભગ 38 લાખ 37 હજાર 207 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

coronavirus covid19 national news