કેન્દ્રએ મૉલ, રેસ્ટોરાં, ધાર્મિક સ્થળો માટે જાહેર કરી નવી ગાઇડલાઇન્સ

06 March, 2021 12:42 PM IST  |  New Delhi | Agencies

કેન્દ્રએ મૉલ, રેસ્ટોરાં, ધાર્મિક સ્થળો માટે જાહેર કરી નવી ગાઇડલાઇન્સ

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં ફરી એકવાર કોરોના વાઇરસ માથું ઊંચકી રહ્યો છે. સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રએ કોરોના વૅક્સિનનું રસીકરણ અભિયાન ઝડપી બનાવ્યા બાદ હવે કોરોનાને નાથવા નવી ગાઇડલાઇન જાહેર કરી છે જે કેન્દ્રએ રેસ્ટોરાં અને ધાર્મિક સ્થળો જે સાર્વજનિક સ્થળોએ આવેલાં છે તેને ધ્યાનમાં રાખીને બહાર પાડી છે. કેન્દ્રએ આ ગાઇડલાઇન્સમાં જૂની દિશા-નિર્દેશોને પણ સામેલ કર્યા છે. આ ગાઇડલાઇન મૉલ્સ, રેસ્ટોરાં અને ધાર્મિક સ્થળો જે સાર્વજનિક સ્થળોમાં આવેલાં છે તેમાં કેન્દ્ર સરકારે નવી યાદી જાહેર કરી છે. જાહેર સ્થળો પર માસ્ક અનિવાર્ય કરવામાં આવ્યું છે.

રેસ્ટોરાં માટેની ગાઇડલાઇન્સ
રેસ્ટોરાંમાં જ બેસીને જમવાના એટલે કે ડાઇન-ઇનને બદલે ટેકઅવેને પ્રોત્સાહિત કરવામાં આવશે.
કોવિડ સાવચેતીને પગલે યોગ્ય રીતે ફૂડ ડિલિવરી કરવામાં આવશે.
હોમ ડિલિવરી માટે પરવાનગી આપતાં પહેલાં હોમ ડિલિવરી સ્ટાફનું થર્મલ સ્ક્રિનિંગ.
પાર્કિંગનાં સ્થળોમાં અને યોગ્ય જગ્યાઓએ યોગ્ય અંતર્ગત નિયમોને અનુસરતા જગ્યાની બહાર યોગ્ય ભીડનું સંચાલન.
રેસ્ટોરાંની અંદર લાઈનો વખતે ૬ ફુટનું શારીરિક અંતર જાળવવું.

coronavirus covid19 national news