રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષનું વિવાદાસ્પદ નિવેદન

22 March, 2020 11:56 AM IST  |  Mumbai Desk | Agencies

રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષનું વિવાદાસ્પદ નિવેદન

કોરોના વાઇરસના વધી રહેલા પ્રકોપ વચ્ચે રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે રામનવમીના અવસર પર લોકોને અયોધ્યા આવવાનું જણાવી કહ્યું, આ બીમારી તેમના માટે નથી અને ન તો કંઈ બગાડી શકશે.
નૃત્ય ગોપાલદાસે કહ્યું કે બીમારી બીજા માટે છે. રામનવમી પર આવતા શ્રદ્ધાળુઓ માટે નથી. આવી બીમારી તેમનું કંઈ ન બગાડી શકે. તેથી દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા આવે. નૃત્ય ગોપાલદાસને આ બીમારી મહામારી બની હોવાની જાણ નથી તેવું પણ નથી, તેમ છતાં લાખોની ભીડને રામનવમી પર અયોધ્યા બોલાવવા માગે છે.

તેમણે કહ્યું જે બીમારી ફેલાઈ છે તે મોટી બીમારી છે. તેથી આ બીમારીથી બચવાના ઉપાય કરવા જોઈએ. લોકોએ પરસ્પર એકઠાં ન થવું જોઈએ. અલગ-અલગ રહેવું જોઈએ અને કોઈ છુઆછૂત ન કરો. હાથ ન મિલાવો.

national news coronavirus covid19 ram mandir