સંસદનું ચોમાસું સત્ર ચલાવવા વર્ચ્યુઅલ વિકલ્પ પર વિચારણા

11 June, 2020 03:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સંસદનું ચોમાસું સત્ર ચલાવવા વર્ચ્યુઅલ વિકલ્પ પર વિચારણા

પ્રતીકાત્મક તસવીર

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને વર્તમાન સંસદ ભવનમાં નિયમિત સત્ર ચલાવવાને લઈ અનેક પ્રકારના સવાલો ઉદ્ભવ્યા છે. કોરોના પ્રોટોકૉલ અંતર્ગત સામાજિક દૂરીનું પાલન કરવા સંસદના વર્તમાન ભવનમાં એકસાથે આટલા બધા સંસદસભ્યોની સાથે સત્ર ચલાવવું મુશ્કેલ છે. એક અહેવાલ પ્રમાણે આવી સ્થિતિમાં હાઇબ્રિડ અને વર્ચ્યુઅલ વિકલ્પ પર વિચારણા ચાલી રહી છે.

જાણવા મળ્યા મુજબ સામાજિક દૂરીના નિયમોનું પાલન કરવા માટે સંસદનો સેન્ટ્રલ હૉલ કે વિજ્ઞાન ભવન એટલા મોટા નથી કે એમાં તમામ સંસદસભ્યોની બેસવાની વ્યવસ્થા કરી શકાય. આ કારણે બન્ને સદનના પ્રીસાઇડિંગ અધિકારીઓ હાઇબ્રિડ કે વર્ચ્યુઅલ સત્ર ચલાવવાની સંભાવના તપાસી રહ્યા છે. હાઇબ્રિડ સત્ર અંતર્ગત કેટલાક સંસદસભ્યોને વ્યક્તિગત રીતે સંસદમાં આવવાની મંજૂરી આપવામાં આવશે જ્યારે બાકીના સંસદસભ્યો વિડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સત્રમાં હિસ્સો લઈ શકશે. આમાંથી એક વિકલ્પ પર પસંદગીની મહોર મારવામાં આવી છે જેથી સામાજિક દૂરીના પાલન સાથે જેમની દરરોજની કાર્યવાહીમાં ઉપસ્થિતિ જરૂરી છે એવા મોટા ભાગના સદસ્યોને સદનમાં બેસવાની તક મળી શકે.

national news new delhi indian politics coronavirus covid19 lockdown