સીએએ-એનઆરસીના વિરોધમાં કૉન્ગ્રેસ આજે રાજઘાટ પર ધરણા-પ્રદર્શન કરશે

13 January, 2020 04:47 PM IST  |  New Delhi

સીએએ-એનઆરસીના વિરોધમાં કૉન્ગ્રેસ આજે રાજઘાટ પર ધરણા-પ્રદર્શન કરશે

કોંગ્રેસનો દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

(જી.એન.એસ.) નાગરિકતા સંશોધન કાયદો અને નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સના વિરુદ્ધમાં કૉન્ગ્રેસ પાર્ટીએ ગઈ કાલે દિલ્હીના રાજઘાટમાં થનારા પ્રદર્શનને એક દિવસ માટે ટાળવાનું નક્કી કર્યું છે. હવે કૉન્ગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ આજે એટલે કે સોમવારે બપોરે ૨થી ૮ વાગ્યા સુધી રાજઘાટ પર ધરણા-પ્રદર્શન કરશે.

કૉન્ગ્રેસના મહાસચિવ સી. વેણુગોપાલે નિવેદન આપતાં કહ્યું કે કૉન્ગ્રેસ પાર્ટીના સિનિયર નેતા સોમવારે રાજઘાટના મહાત્મા ગાંધીની સમાધિ પર સત્યાગ્રહ કરશે. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનને બચાવવા માટે કૉન્ગ્રેસ પાર્ટી આ કાયદાનો વિરોધ કરી રહી છે.

સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે કૉન્ગ્રેસ અધ્યક્ષાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ વિરોધ-પ્રદર્શનમાં જોડાશે. આ ઉપરાંત કૉન્ગ્રેસના નેતાઓ પણ વિરોધ-પ્રદર્શનમાં સામેલ થશે.

congress national news caa 2019 cab 2019 citizenship amendment act 2019 nrc