સાર્વજનિક સ્થળો પર લાગતી RSSની શાખાઓ પર પણ લાગે રોકઃ કૉંગ્રેસ

28 December, 2018 08:09 PM IST  | 

સાર્વજનિક સ્થળો પર લાગતી RSSની શાખાઓ પર પણ લાગે રોકઃ કૉંગ્રેસ

કૉંગ્રેસે જાહેરમાં નમાજ મામલે ઉઠાવ્યા RSS પર સવાલ

નોઈડામાં જાહેર પાર્કમાં નમાજ પર પ્રતિબંધના મુદ્દે વિવાદ વધી રહ્યો છે. બસપા, સપા, પ્રસપા, સુભાસપા જેવા રાજનૈતિક દળોએ વિરોધ કર્યા બાદ હવે કૉંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે. કૉંગ્રેસે સાર્વજનિક પાર્કમાં મંજૂરી વગર ચલાવવામાં આવતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ની શાખા પર સવાલ ઉઠાવતા તેના પર સામાજિક વિઘટનના વિચાર થોપવાનો આરોપ લગાવ્યો. મહત્વનું છે નોઈડાના અનેક પાર્કમાં લોકો દર શુક્રવારે નમાજ પઢવા માટે આવે છે.

સંપૂર્ણાનંદનો પોલીસ કમિશ્નરને પત્ર

ઉત્તર પ્રદેશના કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરના નિર્દેશો પર વિચાર વિભાગના સંયોજક સંપૂર્ણાનંદે પોલીસ મહાનિર્દેશકના એ પત્ર પર વાંધો ઉઠાવ્યો છે, જેમાં તમામ સંસ્થાઓ અને કાર્યાલયોને નિર્દેશો આપવામાં આવ્યા છે કે તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓને પરિસરની અંદર અને બહાર સાર્વજનિક પાર્કમાં નમાજ પઢવાથી રોકવામાં આવે. પત્રમાં હાઈકોર્ટેના 2009ના એ નિર્ણયનો ઉલ્લેખ કરવામાં આવ્યો જેમાં સરકારી કર્મચારીઓને રાજનૈતિક ગતિવિધિઓથી દૂર રહેવા જણાવાયું છે.

સંઘની શાખામાં સામાજિક વિઘટનના વિચાર

કૉંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે આખા પ્રદેશમાં સાર્વજનિક પાર્કમાં મંજૂર વિના રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શાખાઓ સંચાલિત થઈ રહી છે. શાખાઓમાં સામાજિક વિઘટનના વિચારો વ્યક્ત કરવામાં આવે છે. તેમણે કહ્યું કે નોઈડા પોલીસ દ્વારા પાર્કમાં નમાજ પઢવા પર રોક લગાવવામાં આવી, પરંતુ તેમણે એવું કહેવાની જરૂર હતી કે મંજૂરી વિના કોઈ પણ સમુદાયને ધાર્મિક કે રાજનૈતિક ગતિવિધિઓઓ ન કરવા દેવામાં આવે. મહત્વનું છે કે બસપા આ મામલામાં વિરોધ વ્યક્ત કરી ચુક્યું છે. કૉંગ્રેસમાં પણ આક્રોશ છે. ભાજપ સરકારના મંત્રી ઓમ પ્રકાશ રાજભરે પણ આ નિર્ણયની નિંદા કરી છે. સપાની નજરમાં સરાકરનો જનતા પ્રત્યેનો વ્યવહાર એકસમાન નથી. જો કે અલ્પસંખ્યક આયોગે આ નિર્ણયને સાચો ગણાવ્યો છે.

congress bharatiya janata party