કોંગ્રેસનું ઘોષણા પત્ર જાહેર, ગરીબી પર વાર, દર વર્ષે 72 હજારઃ રાહુલ

02 April, 2019 01:49 PM IST  |  નવી દિલ્હી

કોંગ્રેસનું ઘોષણા પત્ર જાહેર, ગરીબી પર વાર, દર વર્ષે 72 હજારઃ રાહુલ

કોંગ્રેસનું ઘોષણાપત્ર જાહેર(તસવીર સૌજન્યઃ ANI)

આખરે કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમ, પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિતના નેતાઓની હાજરીમાં મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મેનિફેસ્ટો જાહેર કરતા કહ્યું કે, દેશ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તે તમામનો આ મેનિફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એક વર્ષની મહેનત બાદ આ ઘોષણાપત્ર તૈયાર થયું છે. ન્યાય,રોજગારી, ખેડૂતો, ગરીબો અને સ્વાસ્થ્ય એમ પાંચ મુદ્દાને ધ્યાનમાં રાખીને આ ઘોષણાપત્ર બનાવવામાં આવ્યું છે.

ઘોષણાપત્રની મહત્વની જાહેરાતો

-યુવાનોને વ્યવસાય શરૂ કરવા માટે કોઈની પરવાનગીની જરૂર નહીં પડે.
-10 લાખ યુવાનોને સીધા ગ્રામ પંચાયતમાં રોજગારી આપવામાં આવશે.
-ખેડૂતો માટે અલગ બજેટ આવશે.
-શિક્ષણ પર વધારે ખર્ચ કપવામાં આવશે.
-દેશની રાષ્ટ્રીય અને આંતરિક સુરક્ષા પર વધારે ધ્યાન આપવામાં આવશે.

અમારા માટે ઐતિહાસિક દિવસઃ મનમોહન સિંહ
કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કહ્યું કે આજનો દિવસ અમારા માટે ઐતિહાસિક છે.લોકોની આશા અને ભવિષ્ય સાથે જોડાયેનું ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટો અનેક લોકો સાથે ચર્ચા કરીને બન્યો છે. જેમાં ગરીબો, મહિલાઓ અને ખેડૂતો પર ફોકસ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ચૂંટણીની મોસમમાં ફેસબુકનો કોંગ્રેસને ઝટકો, પાર્ટી સાથે જોડાયેલા 687 પેજ હટાવાયા

ચિદમ્બરમની અધ્યક્ષતામાં બની હતી સમિતિ
પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમની અધ્યક્ષતામાં મેનિફેસ્ટો માટે સમિતિ બની હતી. આ સમિતિના સભ્ય રાજીવ ગૌડાએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઈચ્છતા હતા કે આ વખતનું ઘોષણાપત્ર કાંઈક અલગ હોય. જે ન માત્ર પાર્ટીના પણ દેશમાં પણ અલગ હોય. આ માટે દરેક ક્ષેત્રના એક્સપર્ટ સાથે વાત કરવામાં આવી. દલિત, અલ્પસંખ્યક, ડૉક્ટર, શિક્ષક, વેપારીઓ અને પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી તેમના વિચારો જાણ્યા અને બાદમાં આ મેનિફેસ્ટો બન્યો.

congress rahul gandhi