લોકસભામાં કોંગ્રેસની માંગ, અભિનંદનની મૂંછોને જાહેર કરો 'રાષ્ટ્રીય મૂંછ'

24 June, 2019 04:22 PM IST  |  નવી દિલ્હી

લોકસભામાં કોંગ્રેસની માંગ, અભિનંદનની મૂંછોને જાહેર કરો 'રાષ્ટ્રીય મૂંછ'

અભિનંદનની મૂંછોને જાહેર કરો 'રાષ્ટ્રીય મૂંછ'

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન સદનમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ અનોખી માંગણી રાખી છે. તેમણે બાલાકોટ એકસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનમાં ઘુસીને તેમના વિમાનને તોડી પાડનાર વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને તેમણે પુરસ્કાર આપવાની માંગ કરી છે. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાએ કહ્યું કે અભિનંદનની મૂંછોને રાષ્ટ્રીય મૂછો ઘોષિત કરી દેવી જોઈએ.


લોકસભામાં કોંગ્રેસના સદનના નેતા અધીર રંજન ચૌધરીએ પોતાના ભાષણ દરમિયાન મોદી સરકાર પર નિશાન સાધ્યું. આ દરમિયાન જ્યારે તેઓ વિદેશ નીતિ પર બોલ્યા તો તેમણે એરસ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ કર્યો.

અધીર રંજને કહ્યું કે બાલાકોટમાં વાયુસેનાએ જે એરસ્ટ્રાઈક કરી, કોંગ્રેસ તેનું સમર્થન કરે છે. આ સાથે જ તેમણે માંગ રાખી કે વિંગ કમાંડર અભિનંદનને પુરસ્કારથી સન્માનવા જોઈએ અને તેમની મૂંછોને રાષ્ટ્રીય મૂંછો ઘોષિત કરવી જોઈએ.

કોંગ્રેસને નેતાએ કહ્યું કે અમે ઈચ્છીએ છે કે આપણા નવજવાનો તેનાથી પ્રેરિત થાય. અધીર રંજનની આ માંગણી પણ લોકસભામાં તાળીઓ પણ વગાડવામાં આવી.

આ પણ વાંચોઃ સંસદ સત્ર LIVE: અમિત શાહ પહેલી વાર લોકસભામાં રજૂ કરશે બિલ

ઘરમાં ઘુસીને પાકિસ્તાનને શીખવાડ્યું હતું સબક
મહત્વનું છે કે 14 ફેબ્રુઆરીએ જ્યારે પાકિસ્તાની આતંકીઓએ પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો, તે બાદ વાયુસેનાએ બાલાતોટમાં એર સ્ટ્રાઈક કરી હતી. જેના બીજા દિવસે પાકિસ્તાને પણ પલટવાર કર્યો હતો, જેના જવાબમાં વિંગ કમાંડર અભિનંદર તેમના વીમાનનો પીછો કરતા સમયે પાકિસ્તાનની સીમામાં જઈ ચડ્યા હતા.

અભિનંદનને પાકિસ્તાને સેનાએ પકડી લીધા હતા અને તે લગભગ 2 દિવસ સુધી ત્યાં જ રહ્યા હતા. જો કે, ભારતીય કૂટનીતિના દબાણીમાં પાકિસ્તાને તેમને છોડવા પડ્યા હતા. અભિનંદન પાછા આવ્યા બાદ કેટલાક દિવસો રજા પર હતા અને બાદમાં તેમણે ફરી ડ્યૂટી જોઈન કરી હતી.

national news Loksabha 2019