કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ કોરોના સંક્રમિત

07 November, 2020 11:21 AM IST  |  Bihar | Gujarati Mid-day Online Correspondent

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ કોરોના સંક્રમિત

શક્તિસિંહ ગોહિલ

રાજ્યસભાના સાંસદ અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ (Shakti Singh Gohil) કોરોના વાયરસ (COVID-19)થી સંક્રમિત થયા છે. શક્તિસિંહ ગોહિલનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આ અંગે તેમણે પોતે ટ્વિટર પર જાણકારી આપી હતી.

કૉંગ્રેસ નેતા શક્તિસિંહે ટ્વિટ કરીને કહ્યું કે, 'આજે મેં મારો કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવ્યો જેમાં કોરોના સંક્રમિત આવ્યો છું. તમારી શુભકામનાઓ સાથે કોરોનાથી પણ લડી લઇશું. ચિંતાની કોઈ વાત નથી'.

શક્તિસિંહ ગોહિલ ઉપરાંત ભાજપના દેવેન્દ્ર ફડણવીસ, સુશીલ મોદી, રાજીવ પ્રતાપ રૂડી પણ બિહારની ચૂંટણીઓમાં પ્રચાર દરમિયાન કોરોનાની ચપેટમાં આવી ગયા છે. તેને કારણે તેમણે ચૂંટણી પ્રચારમાં પણ ભાગ નહોતો લીધો.

તમને જણાવી દઈએ કે, બિહારમાં ત્રીજા તબક્કાનું મતદાન શનિવારે છે અને કોંગ્રેસ બિહારની 70 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આ અગાઉ 2015 માં, કોંગ્રેસે 40 બેઠકો પર 25 બેઠકો જીતી હતી. છેલ્લા તબક્કાના મતદાન પછી 10 નવેમ્બરના રોજ મત ગણતરી કરવામાં આવશે.

coronavirus covid19 national news bihar bihar elections