કોંગ્રેસ નેતા સચિન પાયલટ કોવિડ-19 પૉઝિટિવ

12 November, 2020 08:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોંગ્રેસ નેતા સચિન પાયલટ કોવિડ-19 પૉઝિટિવ

ફાઈલ ફોટો

રાજસ્થાનના યુવા કોંગ્રેસ નેતા સચિન પાયલટ પણ કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતે આ વાતની જાણકારી ટ્વીટરના માધ્યમે આપી હતી.

ટ્વીટમાં સચિન પાયલટે કહ્યું કે, મારો કોવિડ-19 ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. છેલ્લા અમૂક દિવસોમાં જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તે મહેરબાની કરીને પોતાનો ટેસ્ટ કરાવે. હુ દરેક તબીબી સલાહનું પાલન કરી રહ્યો છું. મને આશા છે કે હું જલજી રિકવર થઈ જઈશ.

યુવા નેતા સચિન પાયલટના આ ટ્વીટ બાદ કોંગ્રેસના ઘણા નેતાઓએ તે જલદી રિકવર થાય એવી પ્રાર્થના કરતા ટ્વીટ કર્યા છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોતે ટ્વીટ કર્યું કે, તમે જલદી રિકવર થાઓ એવી શુભેચ્છા.

તેમ જ રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીએ ટ્વીટ કર્યું કે, સચિન પાયલટ તમને કોવિડ-19થી જલ્દી રિકવર થાઓ એવી પ્રાર્થના.

sachin pilot coronavirus covid19 twitter