અટકળોનો અંત : વારાણસીથી પ્રિયંકા ગાંધી PM મોદી સામે ચૂંટણી નહીં લડે

26 April, 2019 11:05 AM IST  | 

અટકળોનો અંત : વારાણસીથી પ્રિયંકા ગાંધી PM મોદી સામે ચૂંટણી નહીં લડે

ફાઈલ ફોટો

 લોકસભા ચૂંટણી 2019 માટે કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી 29 એપ્રિલે વારાણસીથી ઉમેદવારીપત્ર ભરી શકે છે એવી વાતો વહી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા ગાંધી 29 એપ્રિલે વારાણસી જશે અને કાળ ભૈરવ મંદિરમાં પૂજા-અર્ચના કરશે એવું માનવામાં આવી રહ્યું હતું. 29 એપ્રિલ વારાણસી લોકસભા સીટથી ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ છે એટલે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે 29 એપ્રિલે કાળ ભૈરવની પૂજા બાદ તે ઉમેદવારીપત્ર ભરશે.

 આ પણ વાંચો: PM મોદીએ ખોલાવેલાં બૅન્ક ખાતાંમાં ન્યાયના પૈસા જમા થશે : રાહુલ ગાંધી

 અચાનક જ કૉન્ગ્રેસે બાજી પલટી નાખી છે અને અજય રાયનું નામ જાહેર કર્યું છે.2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને 5 લાખ 81 હજાર 22 મત મળ્યા હતા. તો અરવિંદ કેજરીવાલને 2 લાખ 9 હજાર ૩238 મત મળ્યા હતા, જ્યારે કૉન્ગ્રેસના અજય રાયને 75 હજાર 614 મત મળ્યા હતા.

priyanka gandhi