શ્રીનગર એરપોર્ટ પરથી જ દિલ્હી પાછા ફર્યા ગુલામ નબી આઝાદ

08 August, 2019 02:45 PM IST  |  શ્રીનગર

શ્રીનગર એરપોર્ટ પરથી જ દિલ્હી પાછા ફર્યા ગુલામ નબી આઝાદ

ગુલામ નબી આઝાદને શ્રીનગર એરપોર્ટ પર રોકવામાં આવ્યા

રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદને શ્રીનગરના એરપોર્ટ પર રોકવામાં આવ્યા છે. તેમની સાથે જમ્મૂ કશ્મીર કોંગ્રેસના પ્રમુખ ગુલામ અહમદ મીર પણ હતા. જમ્મૂ કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ પહેલી વાર ત્યાં પહોંચ્યા છે.

આ પહેલા રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના એક વીડિયોને લઈને તેમના પર કરારો હુમલો પણ કર્યો. અજીત ડોભાલે બુધવારે શોપિયાંમાં સ્થાનિક લોકો સાથે એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેઓ લોકો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો પર હુમલો કરતા ગુલામ નબી આઝાદે કહ્યું કે પૈસા આપીને તમે કોઈને પણ તમારી સાથે લઈ શકો છો.


જણાવી દઈએ કે, જમ્મૂ કશ્મીરને પુનર્ગઠિત કરવામાં આવ્યા બાદ કશ્મીરની ઘાટીમાં પેદા થયેલા સ્થિતિ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સતત નજર રાખી રહ્યા છે. તેમણે ઘાટીના અલગ અલગ વિસ્તારોનો પ્રવાસ કરીને સામાન્ય લોકો સાથે મુલાકાત કરી.


આ દરમિયાન કેટલીક જગ્યાઓ પર લોકોએ તેમને પોતાના ઘર પર ચા પીવાનું આમંત્રણ પણ આપ્યું હતું. આતંકીઓના ગઢ ગણાતા દક્ષિણ કશ્મીરના શોપિયામાં તેમણે રસ્તા પર લોકો સાથે જમીને દેશ અને દુનિયાને સંદેશો આપ્યો કે અહીં બધુ સામાન્ય ચાલી રહ્યું છે.

ghulam nabi azad jammu and kashmir