ભારત જોડો યાત્રા : ટી-બ્રેક દરમિયાન ધક્કા-મુક્કીમાં પૂર્વ CM દિગ્વિજય સિંહ પડ્યા

26 November, 2022 11:31 AM IST  |  Indore | Gujarati Mid-day Online Correspondent

આજે ભારત જોડો યાત્રામાં ટી-બ્રેક થયો તો ત્યાં હાજર લોકોમાં ધક્કા મુક્કી થઈ, જેમાં સીનિયર નેતા દિગ્વિજય સિંહ પડી ગયા, ત્યાં હાજર તેમના સમર્થકોએ તેમને ઊભા કર્યા. જો કે, તેમને આ દરમિયાન કોઈ ગંભીર ઈજા નથી થઈ અને પછી તે રાહુલ ગાંધી સાથે ચાલતા દેખાયા.

ભારત જોડો યાત્રાની ફાઈલ તસવીર

કૉંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રાનો (Bharat Jodo Yatra) આજે મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) ચોથો દિવસ છે. રાહુલ ગાંધીના (Rahul Gandhi) નેતૃત્વમાં ચાલતી યાત્રા આજે ઓમકારેશ્વરથી (Omkareshwar)  ઇન્દોર (Indore) તરફ ચાલી રહી છે. આજે યાત્રામાં થયેલા ટી-બ્રેક (Tea-Break) દરમિયાન ધક્કા મુક્કી થઈ ગઈ. આમાં સીનિયર નેતા (Senior Leader) અને મધ્ય પ્રદેશના (Madhya Pradesh) પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ (Former CM Digvijay Singh) પડી ગયા. તો ત્યાં હાજર સમર્થકોએ તેમને મદદ કરીને ઊભા કર્યા.

ભારત જોડો યાત્રામાં ભારે સંખ્યામાં કૉંગ્રેસ સમર્થક હાજર છે. આજે જ્યારે ટી-બ્રેક થયો તો ત્યાં હાજર લોકોમાં ધક્કા મુક્કી થઈ, જેમાં સીનિયર નેતા દિગ્વિજય સિંહ પડી ગયા, ત્યાં હાજર તેમના સમર્થકોએ તેમને ઊભા કર્યા. જો કે, તેમને આ દરમિયાન કોઈ ગંભીર ઈજા નથી થઈ અને પછી તે રાહુલ ગાંધી સાથે ચાલતા દેખાયા. હવે યાત્રા ઓમકારેશ્વરથી ઇન્દોર તરફ આગળ વધી રહી છે. આજે આ યાત્રામાં પ્રિયંકા ગાંધી હાજર નથી. 

દિલ્હી આવ્યાં પ્રિયંકા ગાંધી, રાજસ્થાનમાં થશે સામેલ
આજતક સાથે વાત કરતા કૉંગ્રેસના સીનિયર નેતા અને પૂર્વ સીએમ કમલનાથે જણાવ્યું કે હવે પ્રિયંકા ગાંધી દિલ્હી પાછાં આવ્યાં છે. તેઓ રાજસ્થાનમાં યાત્રામાં સામેલ થશે. પ્રિયંકા ગાંધી પોતાના પતિ રૉબર્ટ વાડ્રા અને દીકરા સાથે યાત્રામાં સામેલ થયાં હતાં. તો રાહુલ ગાંધી પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ટિપ્પણીને લઈને પણ કમલનાથે કહ્યું કે ભારત જોડોય યાત્રાને સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. આનું કારણ બીજેપીવાળા નેતા ગુસ્સે છે. હવે તો તે લોકો રાહુલજીના જૂતા વિશે પણ વાત કરશે.

આ પણ વાંચો : એક ભાઈ પદ માટે યાત્રા કરે છે : મોદી

સ્મૃતિ ઈરાનીએ કર્યું હતું રાહુલ પર ટ્વીટ
જણાવવાનું કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના ઓમકારેશ્વર મંદિરમાં પૂજા અર્ચના અને પછી આરતીમાં સામેલ થવા પર ટિપ્પણી કરી હતી. ઈરાનીએ એક ટ્વીટ દ્વારા રાહુલ ગાંધીનો આરતી કરતો ઊંધો ફોટો શૅર કરતા લખ્યું હતું, "અબ ઠીક હે. ઓમ નમઃ શિવાય."

national news congress rahul gandhi digvijaya singh bharat jodo yatra smriti irani madhya pradesh