મોદી સરકાર પર MP, રાજસ્થાન, છત્તીસગઢના ટેબ્લો હટાવાનો કોંગ્રેસનો આક્ષેપ

26 January, 2019 07:37 PM IST  | 

મોદી સરકાર પર MP, રાજસ્થાન, છત્તીસગઢના ટેબ્લો હટાવાનો કોંગ્રેસનો આક્ષેપ

ગણતંત્ર દિવસ પરેડ

દેશભરમાં 70મા ગણતંત્ર દિવસની ઉજવણી થઈ. રાજપથ પર પણ જુદા જુદા રાજ્યો અને મંત્રાલયોના ટેબ્લોએ સંસ્કૃતિની ઝાંખી દર્શાવી. જો કે આ વર્ષે છ રાજ્યોના ટેબ્લોનો સમાવેશ નહોતો થયો. આ મામલે હવે કોંગ્રેસે મોદી સરકારને આડેહાથ લીધી છે. મધ્યપ્રદેશ કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે મોદી સરકારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મળેલી પરાજયનો વેર વાળ્યો છે. ગણતંત્ર દિવસ પરેડમાં સામેલ ટેબ્લો રાજ્યના ગૌરવ અને જનતાના માન, સન્માન અને અભિમાન હોય છે. મોદી સરકારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની ટેબ્લોને હટાવીને રાજ્યનું માથું કચડવાનું અને અપમાનિત કરવાનું કામ કર્યું છે. આ માટે જનતા મોદી સરકારને ક્યારેય ક્ષમા નહીં કરે.

કોંગ્રેસે એ પણ કહ્યું કે પીએમ મોદી ચૂંટણીમાં થયેલી પરાજયનો વેર રાજ્યોની અસ્મિતા અને સ્વાભિમાન સામે કેમ વાળે છે? મધ્યપ્રદેશ કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટ કરીને કહ્યું કે આ ભારતીય જનતા પાર્ટી અને પીએમ મોદીનો સૌથી નિમ્ન કક્ષાનો પ્રયાસ છે, જે ખૂબ જ નિંદનીય છે. ઉલ્લેખનીય છે કે રક્ષા મંત્રાલયે બધા રાજ્યોમ પાસેથી મહાત્મા ગાંધીની 150મી જયંતીની થીમ પર પ્રસ્તાવ માંગ્યા હતા. ત્યાર બાદ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાંથી મહાત્મા ગાંધીની 150મી જયંતી પર ટેબ્લોના આઈડિયાનો ડેમો મોકલ્યો હતો. જેને પસંદગી સમિતિએ નકારી દીધી.

આ પણ વાંચો : પ્રજાસત્તાક દિવસ પર રજૂ થશે 22 ઝાંખીઓ, 11 વર્ષ પછી CISFની એન્ટ્રી

મધ્યપ્રદેશ સરકારના જનસંપર્ક પ્રધાન પી. સી. શર્માએ આરોપ મૂક્યો કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે, એટલે ટેબ્લોને પરવાનગી નહોતી અપાઈ. ત્યાં, આ વખતે મહાત્મા ગાંધીના સ્વદેશી મિશનને ધ્યાનમાં રાખીને નવીનતમ અને અત્યાધુનિક ટી-18 એન્જિન વગરની રેલ અને કેટલાય અન્ય સ્વદેશી રૂપે બિલ્ટ ઈનોમોટિવ ટેબ્લોને સામેલ કરવામાં આવ્યા હતા. મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટને દર્શાવતા આ ટેબ્લો રેલ મંત્રાલયે ડિઝાઈન કરી હતી.

congress madhya pradesh narendra modi bharatiya janata party indian government